Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બાંગ્લાદેશ બોર્ડર પર BSFના જવાનોએ ચીની જાસુસને ઝડપ્યો :અગાઉ ચાર વખત કરી ચુક્યો છે ઘુસણખોરી

ચીની ઘુસણખોરે પોતાનું નામ હાન જુનવે આપ્યું: બાંગ્લાદેશના ચૈપનવાબગંજ જિલ્લામાં સોના મસ્જિદ આવ્યો હતો અને ત્યાં રોકાઈ ગયો હતો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા જવાનોએ પકડી લીધો

પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં આજે BSF ના જવાનોએ એક ચીની નાગરિક (Chinese citizen) ને પકડ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબો આપ્યા ન હતા ત્યારે તુરંત જ સંબંધિત એજન્સીઓ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. BSF ના સૂત્રોએ આ માહિતી આપી છે.

ચીની ઘુસણખોરે પોતાનું નામ હાન જુનવે આપ્યું છે અને પોતે ચીનના હુબેઇનો રહેસાવી હોવાનું જણાવ્યું છે. પૂછપરછ દરમિયાન અને તેના પાસપોર્ટના આધારે માહિતી મળી છે કે કે તે 2 જૂને બીઝનેસ વિઝા પર બાંગ્લાદેશના ઢાંકાપહોંચ્યો હતો અને ત્યાં એક ચીની મિત્ર સાથે રહ્યો હતો.

BSF એ કહ્યું કે 8 જૂને તે બાંગ્લાદેશના ચૈપનવાબગંજ જિલ્લામાં સોના મસ્જિદ આવ્યો હતો અને ત્યાં રોકાઈ ગયો હતો. 10 જૂને, જ્યારે તે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને BSF ના જવાનોએ પકડ્યો હતો.

ચીની ઘુસણખોરે જણાવ્યું કે આ પહેલા પણ તે ચાર વખત ભારત આવી ચૂક્યો છે. તે 2010 માં હૈદરાબાદ અને 2019 પછી ત્રણ વખત દિલ્હી અને ગુરુગ્રામ આવ્યો હતો. તેણે કહ્યું કે તેના બિઝનેસ પાર્ટનરને લખનૌ ATS એ પકડ્યો હતો. તેણે આ માહિતી BSF ને આપી છે.

(12:35 am IST)