Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

બુલેટ ટ્રેનના જમાનામાં વિશ્વના પાંચ દેશોમાં હજુ ટ્રેનો દોડતી નથી :મુસાફરી કરવા ટ્રેનને બદલે અન્ય વાહનોનો સહારો લેતા નાગરિકો

આ દેશોમાં પૈસા અને સંસાધનોની અછત નથી,તેમ છતાં આ દેશોમાં ટ્રેનો દોડતી નથી જ્યાં માંગણી બાદ પણ એક પણ ટ્રેન દોડાવવામાં આવી નથી.

નવી દિલ્હી :વિશ્વ બુલેટ ટ્રેનથી ઘણી હાઇ સ્પીડ ટ્રેનો તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કેટલાક દેશો એવા છે જ્યાં રેલ્વે લાઇન નથી. આ દેશોમાં પૈસા અને સંસાધનોની અછત નથી, પરંતુ તેમ છતાં આ દેશોમાં ટ્રેનો દોડતી નથી. આ દેશના નાગરિકોએ મુસાફરી કરવા માટે ટ્રેનને બદલે બસ કે અન્ય વાહનોનો સહારો લેવો પડે છે. અહીં આવા પાંચ દેશો વિશે માહિતી આપવાની છે. જ્યાં માંગણી બાદ પણ એક પણ ટ્રેન દોડાવવામાં આવી નથી.

 

એક તરફ ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેના પાડોશી દેશ ભૂટાનમાં કોઈ રેલ્વે લાઇન નથી, જેના કારણે ટ્રેનો ચાલી શકતી નથી. જો કે આગામી સમયમાં ભુતાનને ભારતના રેલ્વે નેટવર્ક સાથે જોડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

બીજું નામ એન્ડોરાનું આવે છે, જે વિશ્વનો 11મો સૌથી નાનો દેશ છે. અહીં વસ્તી ઓછી હોવાને કારણે રેલ્વે નેટવર્ક બનાવવામાં આવ્યું નથી. અહીંના રહેવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ફ્રાન્સ જવું પડે છે, જે આ દેશની ખૂબ નજીક છે.

પૂર્વ તિમોરમાં કોઈ રેલ્વે લાઈનો નથી અને અહીં ટ્રેનો પણ દોડતી નથી. અહીંના લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે.

રેલ નેટવર્ક સાયપ્રસ દેશમાં પણ નથી. જોકે રેલ નેટવર્ક 1950 અને 1951 ની વચ્ચે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે તેને આગળ લઈ વધારી શકાયું નહીં.

કુવૈત સમૃદ્ધ દેશોમાંનો એક છે, જ્યાં સંસાધનો અને પૈસાની અછત નથી, પરંતુ રેલ્વે લાઇન નથી. તે દેશમાં તેલનો મોટો ભંડાર ધરાવે છે

 

(8:46 pm IST)