Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ઇન્ડોનેશિયામાં 6.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નવી દિલ્હી :પશ્ચિમ ઇન્ડોનેશિયાના નિયાસ ક્ષેત્ર માં 6.0 ની તીવ્રતા ના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈ પર અને ઉત્તર સુમાત્રાના પડાંગસીડમપુઆન શહેરની દક્ષિણ-પશ્ચિમમાં 325 કિલોમીટરની સપાટીએ હતો.

(12:00 am IST)