Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં પણ ઘુસ્યો : જયોર્જિયામાં જળબિલાડી કોરોના પોઝિટિવ

નાક વહી રહ્યું છે. છીંક આવી રહી છે. થોડી થાકેલી જોવા મળી પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે.

કોરોના વાયરસ હવે માણસોને છોડી પ્રાણીઓમાં જોવા મળી રહ્યો છે. તે પણ એવા પ્રાણીમાં જેને જોવા લોકો એક્વેરિયમ સુધી જાય છે. ભારતમાં પણ આ જીવ જોવા મળે છે. આ પ્રાણીનું નામ જળબિલાડી છે.

આ નોળીયાની એક પ્રજાતિ હોય છે. જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં સ્થિતિ જ્યોર્જિયા એક્વેરિયમમાં કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત જોવા મળી છે.

આ અંગે જ્યોર્જિયા એક્વેરિયમે ટ્વિટ કરી આ જાણકારી આપી છે કે, તેમના કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત છે. તેમનું નાક વહી રહ્યું છે. તે છીંક આવી રહી છે. થોડી થાકેલી જોવા મળી રહી છે. પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે. જે જળબિલાડી કોરોના સંક્રમિત થઈ છે તે એશિયન સ્મોલ ક્લોડ ઓટર્સ એટલે કે નાના પંજાવાળી એશિયન જળબિલાડી છે

જ્યોર્જિયા એક્વેરિયમમાં એનિમલ અને એન્વાયરમેન્ટલ હેલ્થની વાઈસ પ્રેસીડેન્ટ ડો. ટોન્યા ક્લોસે કહ્યું કે, એક્વેરિમયના જંતુ નિષ્ણાંત આ જળબિલાડઓની અલગથી સારવાર કરી રહ્યા છે. તેમને અલગ રાખવામાં આવી છે. આ ઉપરાંત એનિમલ કેર ટીમના પ્રાણીઓના ડોક્ટર પણ સતત તેમના પર નજર રાખી રહ્યા છે. .

(12:00 am IST)