Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રસીનો અડધો ભાગ પોતાના હસ્તક રાખશે કેન્દ્રઃ ૫૦ ટકાનું કરશે વિતરણ

કેન્દ્ર સરકારે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણને પરવાનગી આપી : રાજયો જરુર પડવા પર સીધી રીતે નિર્માતાઓની પાસેથી રસી મેળવી શકશે : ૫૦ ટકા જથ્થા માટે મૂલ્યની છેલ્લી જાહેરાત કરવામાં આવશે : કેન્દ્ર સરકારે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણને પરવાનગી આપી

નવી દિલ્હી, તા.૨૧: દેશમાં સોમવારથી જયાં કેન્દ્ર સરકારે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણને પરવાનગી આપી છે ત્યારે મંગળવારે ઉત્ત્।ર પ્રદેશે એક મેથી રાજયામાં તમામ ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણની વાત કરી છે. તેવામાં હવે રસીકરણ માટે કેન્દ્ર અને રાજય સરકાર કયા નિયમો અપનાવશે આના પર ચર્ચા તેજ થઈ ગઈ છે.

જાણકારી મુજબ રાજયોને આ અધિકાર આપ્યો છે કે તે ૧૮ વર્ષથી ઉપરના કોઈ પણ વર્ગના વ્યકિતનું રસીકરણ કરી શકે છે. ત્યારે તે રાજયો જરુર પડવા પર સીધી રીતે નિર્માતાઓની પાસેથી રસી મેળવી શકશે.

ત્યારે જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર નિર્મિત રસીના ૫૦ ટકાથી વધારે જથ્થો રાખશે. જે ફકત ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે સરકારી હોસ્પિટલમાં રહેશે. તેવામાં ૫૦ ટકા રસી રાજય સરકારો અને ખુલ્લા બજારોમાં મોકલવામાં આવશે. જેમાં ખાનગી હોસ્પિટલો આ રીતે ૫૦ ટકા રસી ખરીદી શકશે. જેની કિંમત નિર્માતા નક્કી કરશે.  નિર્માતા રાજય સરકાર અને ૧ મેની પહેલા ખુલ્લા બજારોમાં ઉપલબ્ધ થનારા ૫૦ ટકા જથ્થા માટે મૂલ્યની છેલ્લી જાહેરાત કરવામાં આવશે. કોવિશિલ્ડ અને કોવેકિસન બન્નેનો ૫૦ ટકા જથ્થો બજારમાં ઉપલબ્ધ રહેશે.  ત્યારે રિપોર્ટ્સ અનુસાર સ્પુતનિક રસી મે પહેલા અઠવાડિયાથી ભારતમાં આવવાની શકયતા છે.

દેશમાં રસીકરણ ચાલુ છે. આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને જાણકારી આપી છે કે દેશમાં રસીકરણ ડોઝ લગાવવાનો આંકડો ૧૩ કરોડને પાર કરી ગયો છે. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ કરી આપી છે. હાલમાં દેશમાં ૪૫ વર્ષથી વધારે ઉમંરના લોકોને રસી અપાઈ રહી છે. ત્યારે સરકારે અગામી ૧ મેથી ૧૮ વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને રસી લગાવવાનો નિર્ણય કર્યો છે.

(10:56 am IST)