Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મુખ્ય આર્થિક સલાહકારની ભવિષ્યવાણી

કોરોના સંકટઃ સંક્રમણની નવી લહેર મે મહિનાના મધ્ય સુધીમાં પીક પર પહોંચશે

નવી દિલ્હી, તા.૨૧: મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) કે વી સુબ્રમણ્યમે મંગળવારે કહયું કે કોરોના મહામારીની હાલની લહેર આવતા મહિનાના મધ્યમાં ચરમ પર પહોંચી શકે છે. તેમણે આશા વ્યકત કરી કે તેની એટલી વ્યાપક અસર અર્થવ્યવસ્થા પર નહીં પડે. દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ વચ્ચે તેમણે આ વાત કહી છે.

સુબ્રમણ્યમે કહયું કે કોરોના સંક્રમણ ચરમ પર પહોંચવા અંગેનું તેમનુ અનુમાન આઇસીએમઆર સહિતના વિવિધ સંગઠનોના અભ્યાસના આધારે છે. ગ્રેટ લેકસ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા આયોજીત કાર્યક્રમને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે કહયું કે તેઓ આ મહામારીના કોઇ નિષ્ણાંત નથી એટલે તેમના અનુમાનને એ રીતે લેવું જોઇએ.

હાલની લહેરની અર્થવ્યવસ્થા પર અસર અંગે તેમણે કહયું કે તે બહુ વ્યાપક ન હોવી જોઇએ કેમ કે સરકારે ખાસ કરીને એમએસ એમ ઇના ઉત્પાદન નુકશાનને રોકવા માટે ઘણા પગલા લીધા છે. તેમણે કહયું કે ભારતે આ સંકટ સમયને અવસરમાં બદલવાની પહેલ કરી છે અને સપ્લાય ચેનની અડચણો દૂર કરવા ઘણા સુધારાવાદી પગલાઓ લીધા છે.

(11:58 am IST)
  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 119 કેસ સાથે કુલ 516 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:54 pm IST

  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST