Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જીએસટી કાયદા હેઠળ સંપતિ જપ્ત કરવાનો આદેશ વધારે કડક ગણાય : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,તા. ૨૧: સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યુ કે જીએસટી કાયદા હેઠળ કોઇ વ્યકિતના બેંક ખાતા અને સંપતિ જપ્ત કરવાનો આદેશ આપવો તે કઠોર નિર્ણય છે. સુપ્રીમે કહ્યુ છે કે પ્રશાસન આનો ઉપયોગ અનિયંત્રીત રીતે ન કરી શકે.

જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ એમઆર શાહની બેંચે કહ્યુ કે કાર્યવાહી ચાલતી હોય તે દરમ્યાન હંગામી રીતે સંપતિ વગેરેની જપ્તીનો અર્થ એ છે કે ચુકવવાની ફાઇનલ રકમ અંગેનો આખરી નિર્ણય નથી લેવાયો એટલે હંગામી રીતે જપ્તી કાયદામાં અપાયેલ પ્રક્રિયા અને શરતોને અનુરૂપ જ હોવી જોઇએ. સુપ્રીમકોર્ટ રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિમાચલ પ્રદેશ સરકારના નિર્ણય વિરૂધ્ધ કરેલ અરજી પર રાજ્યના જીએસટી અધિનિયમની કલમ ૮૩ વ્યાખ્યા કરતા આ વાત કહી હતી. સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યુ કે કમિશ્નરે એ વાતનો હંમેશા ખ્યાલ રાખવો જોઇએ કે આ જોગવાઇ લોકોની સંપતિ પર પૂર્છવ્યાપી હુમલો કરવા માટે નથી. આ ત્યારે જ કરવું જોઇએ. જ્યારે સરકારી રાજસ્વના હિતોની રક્ષા માટે તેમ કરવું અત્યંત જરૂરી હોય.

(11:59 am IST)
  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના આંશિક શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 397 અને ગ્રામ્યના 119 કેસ સાથે કુલ 516 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:54 pm IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST