Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રસીકરણ અંગે હાથ ખંખેરી રહી છે સરકાર:સમગ્ર દેશમાં વેક્સીનની એક સરખી કિંમત નક્કી કરો :કોંગ્રસની માંગ

આ સરકાર એક રાષ્ટ્ર, એક કર અને એક રાષ્ટ્ર્, એક ચૂંટણીમાં વિશ્વાસ કરે છે, પણ (રસીની) 'એક રાષ્ટ્ર, એક કિંમત'માં વિશ્વાસ નથી રાખતી.

નવી દિલ્હીઃ કોંગ્રેસે રસીકરણ સાથે જોડાયેલી કેન્દ્ર સરકારની નવી નીતિને લઈ મંગળવારે તેના પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે સરકારે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે રસીકરણને લઈ હાથ ખંખેરી લીધો છે.

મુખ્ય વિપક્ષી પાર્ટીએ સરકારને એવો આગ્રહ પણ કર્યો કે સમગ્ર દેશમાં રસીની એક સમાન કિંમત નક્કી થવી જોઈએ. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું, 'આ સરકાર એક રાષ્ટ્ર, એક કર અને એક રાષ્ટ્ર્, એક ચૂંટણીમાં વિશ્વાસ કરે છે, પણ (રસીની) 'એક રાષ્ટ્ર, એક કિંમત'માં વિશ્વાસ નથી રાખતી.'

તેમણે એવો પણ દાવો કર્યો કે નવી નીતિથી કેન્દ્ર અને રાજ્યોની હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની રસીની ઘણી કિંમતો હશે. રમેશે કહ્યું, 'આપણે રસીને લઈ 'એક રાષ્ટ્ર, એક કિંમત' કેમ ન કરી શકીએ? મને લાગે છે કે આ વાજબી માંગ છે.

પી ચિદંબરમે દાવો કર્યો, 'અમે નીતિને લઈ સકારાત્મક પરિવર્તનનું સ્વાગત કરીએ છીએ, પણ આ સંશોધિત નીતિ પણ પ્રતિગામી અને અનુચિત છે.' ચિદંબરમના જણાવ્યા પ્રમાણે, સંશોધિત નીતિ અંતર્ગત રાજ્યોએ જવાબદારી ઉઠાવવી પડશે અને 45 વર્ષથી ઓછી ઉંમરના ગરીબોએ પણ ખર્ચનું વહન કરવું પડશે.

તેમણે કહ્યું કે રાજ્યોની પાસે સીમિત સંસાધન છે અને તે પહેલાથી જ જીએસટીનું રાજસ્વ ઘટવા, ઓછું કરી સંગ્રહ થવા અને કેન્દ્ર પાસેથી મદદ ઓછી મળવાના કારણે પરેશાન છે, એવામાં રસીકરણની આ નવી નીતિથી તેમના પર અતિરિક્ત ભાર પડશે.

રસીકરણ અંગે હાથ ખંખેરી રહી છે સરકાર:સમગ્ર દેશમાં  વેક્સીનની એક સરખી કિંમત નક્કી કરો :કોંગ્રસની માંગ 

---આ સરકાર એક રાષ્ટ્ર, એક કર અને એક રાષ્ટ્ર્, એક ચૂંટણીમાં વિશ્વાસ કરે છે, પણ (રસીની) 'એક રાષ્ટ્ર, એક કિંમત'માં વિશ્વાસ નથી રાખતી.

(12:46 pm IST)