Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પેટના બળ ઉપર લેટવાથી વ્યક્તિના ફેફસા ફુલાઇ છે અને ઓક્સિજન લેવલ વધી જાય છેઃ દિલ્હીના ડો. વેદ ચતુર્વેદીની સલાહ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ ભયાકન બની છે. હોસ્પિટલોની સ્થિતિ ખુબ ખરાબ છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને હોસ્પિટલોમાં બેડની કમી થઈ ગઈ છે. તેવામાં અમે તમને સર ગંગારામ હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. વેદ ચતુર્વેદીની આ સલાહ વિશે જણાવી રહ્યા છીએ. ડો. વેદ ચતુર્વેદી ગંગારામમાં Rheumatology ના Super Specialist છે.

ડો. વેદ ચતુર્વેદી હોસ્પિટલમાં બેડ ન મળવાની સ્થિતિમાં દર્દીને ઘરમાં જ હોસ્પિટલ બનાવવાની સલાહ આપે છે. તેમણે તેનું નામ હોસ્પિટલાઇજેશન આપ્યુ છે.

તેથી ડો. ચતુર્વેદીએ એક વીડિયો સંદેશ જારી કર્યો છે અને જણાવ્યુ કે કોઈ કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ 94થી નીચે આવી જાય છે તો કઈ રીતે ઘરમાં ઓક્સિજન સિલિન્ડર વગર તેને વધારી શકાય છે. તેમણે તે માટે દર્દીને પેટના બળ પર લોટવાની સલાહ આપે છે. પેટના બળ પર લોટવાથી વ્યક્તિના ફેફસા ફુલાઈ છે અને ધીમે-ધીમે તેનું ઓક્સિજન લેવલ વધી જાય છે.

તેને મેડિકલની ભાષામાં પ્રોન પોઝિશન બોલવામાં આવે છે. તે આમ બે-બે કલાક માટે દિવસમાં બે કે ત્રણવાર કરવાની સલાહ આપે છે. આ રીતે ઘરમાં ઓક્સિન સિલિન્ડર કે પછી auxin concentration ની વ્યવસ્થા કરવાની સલાહ આપે છે.

એક બે દિવસ આમ કરવાથી જો તમારૂ ઓક્સિજન લેવલ ન વધે તો તમારે સીટી સ્કેન કરાવવો જોઈએ. સીટી સ્કેનમાં જો માઇલ્ડ કોવિડ ઇન્ફેક્શન જોવા મળે છે તો આ પ્રેક્ટિસ ચાલુ રાખો.

(4:50 pm IST)