Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હોસ્‍પિટલ આરોગ્‍ય મંદિર બનશે, દર્દીઓની પીડામાંથી પ્રેરણા મળી

નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદ્‌ઘાટન તે વિશેષ સૌભાગ્‍ય : સપનું સાકાર થતા ડો. ભરત બોઘરા ખુશખુશાલ

રાજકોટ : આટકોટની કે.ડી.પરવાડિયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરા (મો. ૯૫૮૬૪ ૦૦૧૦૦) એ અકિલા કાર્યાલયની મુલાકાત પ્રસંગે જણાવેલ કે, સંપૂર્ણ સેવાભાવથી આ હોસ્‍પિટલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. મેડિકલ સાયન્‍સ ક્ષેત્રે અત્‍યંત આધુનિક ગણાતી સારવારના સાધનો વસાવવામાં આવ્‍યા છે. હોસ્‍પિટલનો સંપૂર્ણ વહિવટ કોમ્‍પ્‍યુટરાઇઝ રહેશે. દર વર્ષે દાન સહિતની આવકના અને ખર્ચના સરવૈયા જાહેર કરવામાં આવશે. હોસ્‍પિટલ આરોગ્‍ય મંદિર બની રહેશે. જાહેરજીવનમાં કેટલી વખત આર્થિક સંકળામણ અનુભવતા દર્દીઓની પીડા જોયેલ તે પીડામાંથી આ હોસ્‍પિટલ બનાવવાની પ્રેરણા મળી છે. પાંચ વર્ષ પહેલા શ્રી મોરારીબાપુના હસ્‍તે તેનું ભૂમિપૂજન કરવામાં આવેલ. બાપુએ હોસ્‍પિટલમાં દાન માટે જરૂર પડે તો કથા કરી દેવાની પણ તત્‍પરતા બતાવી હતી.
શ્રી બોઘરાએ જણાવેલ કે, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન થનાર છે તે વિશેષ આનંદ અને સૌભાગ્‍યની બાબત છે. હોસ્‍પિટલના સંચાલકો ઉપરાંત ભાજપના તમામ શ્રેષ્‍ઠીના કાર્યકરોએ આ પ્રસંગને પોતાનો સમજી તૈયારીમાં સહકાર આપ્‍યો છે.

 

(3:27 pm IST)