Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કચ્છમાંથી ઝડપાયેલ ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ સિદ્ધુ મૂસેવાલાના હત્યારા હોવાનો પૂછપરછમાં મોટો ધડાકો

દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછમાં કશિશ ઉર્ફે કુલદીપ, પ્રિયવ્રત ઉર્ફે અશોક ઉર્ફે ફૌઝીએ હત્યા નિપજાવી હોવાનો ધડાકો

નવી દિલ્હી : પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે. આ હત્યાને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી કામ કારી રહી છે. આ પ્રકરણમાં સંડોવાયેલ એક પછી એક શકમંદ શખ્સોને પોલીસ સકંજામાં લઇ રહી છે. તેવા સંજોગો વચ્ચે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા હોય તેમ દિલ્હી પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગેંગના 3 શખ્સોને કચ્છથી દબોચી લેતા હડકંપ મચી ગયો હતો. મુંદ્રાથી ઝડપાયેલા 3 પૈકી 2 શખ્સો સિદ્ધુ મૂસેવાલાના હત્યારા હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે.દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછમાં મોટો ધડાકો થયો છે. જેમાં કશિશ ઉર્ફે કુલદીપ, પ્રિયવ્રત ઉર્ફે અશોક ઉર્ફે ફૌઝીએ હત્યા નિપજાવી હોવાનો ધડાકો થયો છે.

પોલીસ તપાસમાં AK એસોલ્ટ રાયફલથી અંધાધૂધ ફાયરિંગ કરી હત્યાના વારદાતને અંજામ આપ્યો હોવાનું જ્યારે મુંદ્રાથી ઝડપાયેલા ત્રીજા આરોપી કેશવે આરોપીઓને ભાગવામાં મદદ કર્યાનું પણ ખૂલ્યું છે. હત્યાકાંડ બાદ ત્રણેય આરોપીઓ મુંદ્રાના બારોઇ ગામમાં ભાડે રહેતા હતા. હરિયાણાના હિસારમાં છૂપાવેલા 8 ગ્રેનેડ, AK 47 રાઇફલ, કારતુસો સહિત આરોપીઓની પૂછપરછની માહિતી આધારે અન્ય હથિયારો પણ કબ્જે કરાયા છે. 

આ પ્રકરણમાં દિલ્હી પોલીસની ઊંડી તપાસ દરમિયાન મળેલી જાણકારી મુજબ આ ત્રણેય શખ્સો લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે.વધુમાં હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર નરેશ સેઠીના વંશજો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, કુખ્યાત નરેશ સેઠી હવે લૉરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલ છે. જેને પગેલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીને કચ્છના મુંદ્રાથી ઝડપીદિલ્હી લઈ જવાયા હતા. નોંધનિય છે કે ગુજરાતનો જ સંતોષ જાધવ નામનો શખ્સ સિધ્ધુ મુસેવાલા પર ગોળી ચલાવવાના આરોપ હેઠળ શકમંદ હોવાને લઇને અગાઉ પૂણે પોલીસે સંતોષ જાધવાને દબોચી લીધો હતો.

(8:57 am IST)