Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગૌતમ અદાણીની બાયોગ્રાફી ઓક્‍ટોબરમાં રિલીઝ થશે

નવી દિલ્‍હી,  તા.૨૧: પેંગ્‍વિન રેન્‍ડમ હાઉસ (પીઆરએચઆઈ) એ સોમવારે જણાવ્‍યું હતું કે અબજોપતિ ઉદ્યોગ સાહસિક અને અદાણી જૂથના સ્‍થાપક અને અધ્‍યક્ષ ગૌતમ અદાણી પર એક જીવનચરિત્ર પુસ્‍તક ઓક્‍ટોબરમાં બહાર પાડવામાં આવશે.
પેંગ્‍વિનએ જણાવ્‍યું હતું કે પત્રકાર અને લેખક આરએન ભાસ્‍કર દ્વારા લખાયેલ ‘ગૌતમ અદાણીઃ ધ મેન હુ ચેન્‍જ્‍ડ ઈન્‍ડિયા'માં અદાણીના જીવનના ઘણા સાંભળ્‍યા ન હોય તેવા પાસાઓને પ્રથમ વખત સામે લાવવામાં આવશે. પુસ્‍તક PRHIની  ‘હામિશ' છાપ હેઠળ બહાર પાડવામાં આવશે.
એક નિવેદનમાં ભાસ્‍કરે તેમના આગામી પુસ્‍તક વિશે જણાવ્‍યું હતું કે, ‘હું ગૌતમ અદાણીને લગભગ ૧૮ વર્ષ પહેલાં મળ્‍યો હતો, જ્‍યારે મુંદ્રા પોર્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. અદાણી ગ્રૂપના મુખ્‍ય લોકો સાથેની ચર્ચામાં મેં જે તે સમયે અવલોકન કર્યું અને જાણ્‍યું તે એ હતું કે આ બંદર મધ્‍ય પૂર્વ અને ભારત વચ્‍ચે વહાણની અવરજવરનો લેન્‍ડસ્‍કેપ બદલી શકે છે. તે લોજિસ્‍ટિક્‍સને ફરીથી આકાર આપી શકે છે અને મુંદ્રાને દેશમાં અગ્રણી બંદર પણ બનાવી શકે છે.
પ્રકાશકોના જણાવ્‍યા અનુસાર, આ પુસ્‍તક અદાણીના બાળપણ, વ્‍યવસાયમાં તેમની શરૂઆત અને તેમના અનુભવો વિશે જણાવે છે.

 

(10:24 am IST)