Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કોરોનાના ૯૯૨૩ નવા કેસઃ ૧૭નાં મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૩૩,૧૯,૩૯૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૨૧: દેશમાં કોરોનાના કેસોમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૨૩ નવા કેસ નોંધાયા છે,  છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૧૯૬.૩૨થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્‍યા ૮૦,૦૦૦ની નીચે છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૩૩,૧૯,૩૯૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૪,૮૯૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૭,૧૫,૧૯૩ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૭૨૯૩ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૭૯,૩૧૩એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૬૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૨૧ ટકા થયો છે.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૮૮,૬૪૧ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૫.૮૫ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૨ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૨.૬૨ ટકા છે.દેશમાં અત્‍યાર સુધીમાં ૧,૯૬,૩૨,૪૩,૦૦૩ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૩,૦૦,૦૨૪ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:41 pm IST)