Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મહારાષ્‍ટ્રઃ કોની પાસે કેટલુ સંખ્‍યાબળ ?

મુંબઇ, તા.૨૧: મહારાષ્‍ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ સભ્‍યો છે. શિવસેનાના એક ધારાસભ્‍યના મળત્‍યુ બાદ આ સંખ્‍યા ૨૮૭ છે અને સરકારને ૧૪૪ ધારાસભ્‍યોની જરૂર છે. મહા વિકાસ આઘાડીને ૧૬૯ ધારાસભ્‍યોનું સમર્થન છે. વર્તમાન સરકારમાં શિવસેનાના ૫૬, એનસીપીના ૫૩ અને કોંગ્રેસના ૪૪ ધારાસભ્‍યો સામેલ છે. આ સિવાય સરકારને સપાના ૨, PGPના ૨, BVAના ૩ અને ૯ અપક્ષ ધારાસભ્‍યોનું સમર્થન પણ હતું.

બીજી તરફ વિપક્ષ પાસે ૧૧૩ ધારાસભ્‍યો છે. જેમાં ભાજપના ૧૦૬, આરએસપીના ૧, જેએસએસના ૧ અને ૫ અપક્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે અન્‍ય પક્ષો પાસે ૫ ધારાસભ્‍યો છે. જેમાં AIMIMના ૨, CPIના ૧ અને MNSના ૧ ધારાસભ્‍યનો સમાવેશ થાય છે. ઉદ્ધવ સરકાર સાથે રહેલા એકનાથ શિંદે સામે બળવો કરનારા ૨૬ ધારાસભ્‍યો છે. આવી સ્‍થિતિમાં, જો ઉદ્ધવ સરકારમાંથી આ ૨૬ ધારાસભ્‍યોનું સમર્થન હટાવી દે છે, તો ૧૪૩ ધારાસભ્‍યો બચે છે.

(3:49 pm IST)