Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દિલ્‍હી-મુંબઇમાં જોરદાર વરસાદઃ હવામાન વિભાગ દ્વારા ઓરેન્‍જ એલર્ટ

નવી દિલ્‍હી તા.ર૧ : દેશના અનેક વિસ્‍તારોમાં ચોમાસુ બેસી ગયું છે અને દિલ્‍હી-મુંબઇમાં જોરદાર વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગ દ્વારા આજ મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી સાથે ‘ઓરેન્‍જ એલર્ટ'ની જાહેરાત કરી છે. અને લોકોને સાવધાની પૂર્વક ઘરની બહાર નીકળવા જણાવાયું છેે.

સ્‍કાઇમેટ હવામાન દ્વારા જણાવાયું છે કે, આજે અસામના પヘમિ ભાગે, સિકકીમ, ઉપ હિમાલય, પヘમિ, બંગાળ, કેરળના અમુક ભાગ તુટીય કર્ણાટક, કોંકણ અને ગોવા સહિત મુંબઇ દક્ષિણ ગુજરાત પૂર્વ રાજસ્‍થાનના અમુક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત દક્ષિણ ઓરિસ્‍સા, છતીસગઢ અને મધ્‍યપ્રદેશના જુદા-જુદા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.સ્‍કાઇમેટ હવામાન વિભાગના અધ્‍યક્ષ જી.પી.શર્માએ જણાવ્‍યું છે કે, આગામી બે-ત્રણ દિવસમાં બંગાળ, ઉત્રી ઓરિસ્‍સા બાંગ્‍લાદેશના અમુક વિસ્‍તારોમાં ભારે પવન ફુંકાશે.

વરિષ્‍ઠ વૈજ્ઞાનિક આર.કે.નેનામણીએ જણાવ્‍યું હતું કે, ચોમાસુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને મધ્‍યપ્રદેશના અનેક ભાગો, ઓરિસ્‍સા, બંગાળ, ઝારખંડ, અને બિહારના અનેક ભાગો તથા દક્ષિણ, પૂર્વ ઉત્તર પ્રદેશના અમુક ભાગો તરફ ચોમાસુ આગળ વધ્‍યું છેે.

(3:54 pm IST)