Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શરદ પવાર વિરુદ્ધ ટવીટ : બોમ્બે હાઈકોર્ટે ફાર્મસી સ્ટુડન્ટ નિખિલ ભામરેને બે FIR માં વચગાળાના જામીન આપ્યા : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા શરદ પવાર વિરુદ્ધ ટ્વિટ કર્યા પછી એક મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે મંગળવારે 21 વર્ષીય ફાર્મસી સ્ટુડન્ટ નિખિલ ભામરેને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા, જેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા શરદ પવાર વિરુદ્ધ ટ્વિટ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટ ભામરે દ્વારા દાખલ કરવામાં આવેલી એક રિટ પિટિશનની સુનાવણી કરી રહી હતી જેમાં તેણે પીઢ રાજકારણી નેતાને ઉદ્દેશીને કથિત રીતે તેમના એકાઉન્ટમાંથી ટ્વીટ્સ પોસ્ટ કર્યા પછી તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.

એક વિદ્યાર્થી એક મહિનાથી વધુ સમયથી જેલમાં છે . જસ્ટિસ નીતિન જામદાર અને એનઆર બોરકરની બેન્ચે જામીન આપતા અવલોકન કર્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ભામરે સામે છ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર) નોંધવામાં આવ્યા છે.

હાઈકોર્ટે આજે બે એફઆઈઆરમાં તેમને જામીન આપ્યા છે. કોર્ટે પોલીસને ત્રણ એફઆઈઆરમાં ભામરેની ધરપકડ કરવાથી રોકવાનો પણ નિર્દેશ આપ્યો હતો. બાકીની એફઆઈઆરમાં ભામરેને સેશન્સ કોર્ટે પહેલા જ જામીન આપી દીધા હતા.

ટૂંકી સુનાવણી પછી, કોર્ટનો અભિપ્રાય હતો કે ટ્વીટ કરવા પર વિદ્યાર્થીને એક મહિના સુધી કસ્ટડીમાં રાખવો, સહન કરી શકાય નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)