Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ભારતીય જનતા પક્ષના એનડીએ મોરચા તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ નું નામ જાહેર

અકિલાએ બે દિવસ પહેલા સૌ પ્રથમ આ વિગતો જાહેર કરી હતી.: ભાજપની સંસદીય બેઠકમાં લેવાયો નિર્ણય:ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી જાહેરાત

નવી દિલ્હી ;રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાસક અને વિપક્ષના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. વિપક્ષે યશવંત સિંહાને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યાં છે તો શાસક પાર્ટીએ પણ તેના રાષ્ટ્રપતિન પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે

દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે અને 18 મે 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. તેઓ તેઓ પ્રથમ ઓડિયા નેતા છે જેઓ ઝારખંડના ગવર્નર તરીકે રહ્યા છે. તેમણે 2000 થી 2004 સુધી ઓડિશા વિધાનસભામાં રાયરંગપુરથી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી વહન કરેલી છે.

(9:47 pm IST)