Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સુરતમાં ધારાસભ્ય નીતિન દેશમુખ ભાજપના કબજામાં :મુંબઈથી અપહરણ કરાયું હતું ; સંજય રાઉતનો આક્ષેપ

તેણે સોમવારે રાત્રે પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી તેને ગુજરાત પોલીસ અને ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો

મુંબઈ :  શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે રાત્રે ટ્વિટ કરીને કહ્યું કે 'સુરતમાં ધારાસભ્ય નીતિન દેશમુખ ભાજપના કબજામાં છે. તેનું મુંબઈથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે સોમવારે રાત્રે પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી તેને ગુજરાત પોલીસ અને ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો હતો. મુંબઈના ગુંડાઓ પણ છે. ગુજરાતની ધરતી પર હિંસા?'

(12:46 am IST)