Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભારતથી કેનેડાની ડાયરેક્ટ હવાઈ સફર ઉપર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધ : વધી રહેલા કોવિદ -19 કેસને ધ્યાને લઇ કેનેડાની સરકારનો નિર્ણય : કેનેડામાં વસતા ભારતીયોની મુશ્કેલી વધી

ટોરોંટો : કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ આવતી ફ્લાઇટ ઉપર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. વધી રહેલા કોવિદ -19 કેસને ધ્યાને લઇ કેનેડાની સરકારએ ઉપરોક્ત નિર્ણય કર્યો છે.તથા નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી વિદેશ મુસાફરી નહીં કરવા અનુરોધ કર્યો છે.

કેનેડા સરકારના આ નિર્ણયથી સ્થાનિક ભારતીયોની મુશ્કેલીમાં વધારો થયો છે.અન્ય દેશો મારફત કેનેડા આવતા ભારતીયો માટે 14 દિવસથી 90 દિવસ સુધીનો ક્વોરેન્ટાઇન પીરીઅડ તથા કોવિદ -19 નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(9:39 am IST)