Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

' કમલા હેરિસ પ્રોજેક્ટ ' : અમેરિકાના સૌપ્રથમ મહિલા , સૌપ્રથમ અશ્વેત , તથા સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસના નામે નવો પ્રોજેક્ટ શરૂ કરાયો : ફેસબુકના માધ્યમથી શરૂ કરાયેલા નોન પ્રોફિટ પ્રોજેક્ટમાં યુ.એસ.ની યુનિવર્સીટીઓના અગ્રણી વિદ્વાનોને સમાવિષ્ટ કરાયા : સાંસ્કૃતિક તથા શૈક્ષણિક બાબતો અંગે વિચાર વિનિમય કરવાનો હેતુ

વોશિંગટન : અમેરિકાના સૌપ્રથમ મહિલા ,સૌપ્રથમ અશ્વેત ,તથા સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસના  નામે નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ફેસબુકના માધ્યમથી શરૂ કરાયેલા આ નોન પ્રોફિટ પ્રોજેક્ટમાં યુ.એસ. ની યુનિવર્સીટીઓના અગ્રણી વિદ્વાનોને સમાવિષ્ટ કરાયા છે. જેનો હેતુ સાંસ્કૃતિક તથા શૈક્ષણિક બાબતો અંગે વિચાર વિનિમય કરવાનો છે. આ પ્રોજેક્ટનું સંચાલન યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના ડોરનસિફ સેન્ટર ફોર લીડરશીપ બાય વુમન ઓફ કલર ખાતે રાખવામાં આવશે.

સુશ્રી હેરિસ ચેન્નાઈના વતની, સ્તન કેન્સર સંશોધનકાર સ્વર્ગીય શ્યામલા ગોપલાનના પુત્રી છે. તેમના પિતા, ડોનાલ્ડ હેરિસ, જમૈકન-અમેરિકન અર્થશાસ્ત્રી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એમિરેટસ છે. 1971 માં હેરિસને છૂટાછેડા આપ્યા પછી ગોપલાને તેની બે પુત્રીનો ઉછેર કર્યો હતો. સુશ્રી હેરિસ 2019 ની સાલમાં યોજાયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર હતા.બાદમાં તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. અને પ્રેસિડન્ટ પદના સર્વમાન્ય ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને તેમને વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક આપી હતી.  

કમલા હેરિસ પ્રોજેક્ટના એડવાઈઝરી બોર્ડમાંમકલેસ્ટર કોલેજના ડચેસ હેરિસ; જ્યોર્ટાઉન યુનિવર્સિટીના નાદિયા બ્રાઉન; ઇમોરી યુનિવર્સિટીના પર્લ ડોવ; ડ્રુ યુનિવર્સિટીના સંગે મિશ્રા; પોમોના કોલેજના સારા સાધ્વીની; ઇલિનોઇસ યુનિવર્સિટીના બ્રુકલીન ગિપ્સન; ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના વેન્ડી સ્મૂથ; અને બર્મિંગહામની અલાબામા યુનિવર્સિટીના એન્જેલા લેવિસ મેડડોક્સનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:11 pm IST)