Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

દિલ્હીમાં ડ્રોનથી હુમલાનું આતંકી સંગઠનોનું આયોજન

સ્વાતંત્ર્ય પર્વ પર દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ : સુરક્ષા એજન્સીઓને આ બાબતની જાણકારી મળ્યા બાદ દિલ્હીમાં ૧૫ ઓગસ્ટે સુરક્ષા કવચ ગોઠવવાની કાર્યવાહી

નવી દિલ્હી, તા.૨૦ : સ્વાતંત્ર્ય પર્વે એટલે કે ૧૫ ઓગસ્ટના દિવસે દિલ્હીમાં આતંકી હુમલાનુ એલર્ટ જાહેર કરાયુ છે.જેના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

જાણકારી પ્રમાણે પાકિસ્તાની આતંકી સંગઠનો આ દિવસે હુમલો કરવાની ફીરાકમાં છે. સુરક્ષા એજન્સીઓને આ બાબતની જાણકારી મળ્યા બાદ હવે દિલ્હીમાં ૧૫ ઓગસ્ટે સુરક્ષા કવચ ગોઠવવાની કાર્યવાહી કરાઈ રહી છે. એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે આતંકી સંગઠનો ડ્રોન વડે મોટો હુમલો કરવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે. જેના પગલે એલર્ટ જાહેર કરાયુ છે.

સાથે સાથે પાંચ ઓગસ્ટે હુમલાનો ખતરો પણ વધી ગયો છે. કારણકે આ દિવસે જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી હતી. દિલ્હી પોલીસને હુમલાને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનિંગ અપાઈ છે.

સુરક્ષા એજન્સીઓનુ કહેવુ છે કે ,આતંકીઓ અથવા અસામાજીક તત્વો દેશનો માહોલ ખરાબ કરવા માંગે છે. ડ્રોન હુમલાની શ્કયતાને જોતા ઈન્ડિયન એરફોર્સના હેડ ક્વાર્ટરમાં એક વિશેષ ડ્રોન કંટ્રોલ રૂમ બનાવાયો છે. લાલ કિલ્લા પર ચાર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.

(12:00 am IST)