Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

તાલીબાનની ધમકીથી ડરીને તુર્કીની અમેરિકાને સમર્થન આપવા અપીલ

અફઘાનિસ્તાનમાં વર્ચસ્વનો જંગ જારી : યુએસે રાજકીય મામલે અમારો પક્ષ લેવો પડશે : એર્દોગાન

અંકારા, તા.૨૦ : અફઘાનિસ્તાનમાં વર્ચસ્વનો જંગ ચાલી રહ્યો છે. તાલિબાન દ્વારા દેશમાં એક પછી એક વિસ્તારો કબ્જે કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલિબાન આતંકીઓએ હવે તુર્કીને પણ ધમકી આપી છે.

તુર્કીએ તાજેતરમાં પ્રસ્તાવ મુક્યો હતો કે, અમેરિકા સહિત નાટો દેશોના સૈનિકો અફઘાનિસ્તામાંથી સંપૂર્ણપણે રવાના થઈ જશે તો કાબુલ એરપોર્ટની સુરક્ષા માટે અમારા સૈનિકો જવાબદારી સંભાળશે. જોકે તાલિબાને સામે ધમકી આપી છે કે, તુર્કીની સેના અફઘાનિસ્તાન નહીં છોડે તો તેમની સામે અમે કાર્યવાહી કરીશું. અહીંયા સૈનિકોની તૈનાતીના ભયાનક પરિણામ આવશે. તાલિબાનની ધમકીથી તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનની ઉંઘ ઉડી ગઈ છે. તેમણે કહ્યુ છે કે, અમેરિકાએ રાજકીય મામલામાં અમારો પક્ષ લેવો પડશે અને તેમની જે પણ લોજિસ્ટિક ક્ષમતા છે તે અમને આપવી પડશે.અમારી શરતો પૂરી કરવામાં આવશે તો જ અમે કાબુલ એરપોર્ટના રક્ષણની જવાબદારી સંભાળીશું. એર્દોગને આ પહેલા તાલિબાનની ધમકીને નજર અંદાજ કરીને કહ્યુ હતુ કે ,તાલિબાને અફઘાનિસ્તાનમાં શાંતિ છે તેવુ દુનિયાને દેખાડવુ પડશે.

(12:00 am IST)