Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પ્રથમ છ માસમાં ભારત-ચીન વેપારમાં ૬૨.૭ ટકાનો વધારો

સરહદ પર તણાવની વચ્ચે પણ ચીન સાથે વેપાર : ચીનનું પલ્લું ભારે, આયાત ઓછી કરે છે ભારતમાં નિકાસ વધુ કરે છે, બંને દેશો વચ્ચેનો વેપાર ૪.૨૮ લાખ કરોડ

નવી દિલ્હી, તા.૨૦ : ભારત અને ચીન વચ્ચે સીમા પર તનાવની વચ્ચે પણ બંને દેશો વચ્ચે વેપાર વધી રહ્યો છે. જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ચીનનુ પલ્લુ ભારત કરતા ભારે છે. ચીન દ્વારા ભારતમાંથી આયાત ઓછી કરવામાં આવે છે અને નિકાસ વધારે કરે છે. ચીન ભારત પાસે રો મટિરિયલ ખરીદીને તૈયાર પ્રોડક્ટસની ભારતને નિકાસ કરે છે. સીમા પર તનાવ ચ્ચે ૨૦૨૧ના વર્ષના પહેલા છ મહિનામાં ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ૬૨.૭ ટકાનો વધારો જોવા મલ્યો છે. બંને દેશો વચ્ચેનો વેપાર ૫૭.૪ અબજ ડોલર એટલે કે ૪.૨૮ લાખ કરોડ પર પહોંચ્યો છે. આ વેપાર ગયા વર્ષના પહેલા છ મહિના કરતા ઘણો વધારે છે.

ભારત દ્વારા ચીનમાંથી કરાતી આયાતમાં ૬૯.૬ ટકા અને નિકાસમાં ૬૦.૪ ટકાનો વધારો થયો છે. ભારત દ્વારા ચીનને ૧.૫૭ લાખ કરોડ રૂપિયાની નિકાસ ૨૦૨૦-૨૧ દરમિયાન કરવામાં આવી હતી અને બીજી તરફ ભારત દ્વારા ચીન પાસેથી થયેલી આયાત ૪.૮૨ લાખ કરોડ રૂપિયા હતી.

કોરોનાકાળમાં ભારતની ઓવરઓલ ઈમ્પોર્ટ ઘટી રહી હતી ત્યારે પણ ચીનમાંથી કરાતી આયાતમાં વધારો થઈ રહ્યો હતો. ભારતના ટોપ ઈમ્પોર્ટ પાર્ટનર ચીન, અમેરિકા, યુએઈ, હોંગકોંગ અને સાઉદી અરબ રહ્યા છે.

વેપારના આંકડા બતાવી રહ્યા છે કે, ભારત રો મટિરિયલની નિકાસ કરે છે જેનુ મુલ્ય ઓછુ હોય છે અને તેની સામે ચીન ભારતને વધારે કિંમત ધરાવતી પ્રોડક્ટની નિકાસ કરે છે. જેના પગલે બંને દેશો વચ્ચેના વેપારમાં અસમાનતા છે. ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતની ચીનને થતી નિકાસ ૧૩ અબજ ડોલર હતી અને સામે ચીનમાંથી ભારતે ૬૬ અબજ ડોલરની આયાત કરી હતી.

ભારત મુખ્યત્વે ચીનને પેટ્રોલિયમ બળતણ, કેમિકલ, રિફાઈન્ડ કોપર, કોટન યાર્ન, કેટલાક સેક્ટરમાં ચીન પર ભારતની નિર્ભરતાનો ઉપયોગ ચીન સીમા પર તનાવ વખતે કરે તેવી પણ શક્યતા રહે છે. માછલી તેમજ સી ફૂડ, ગ્રેનાઈટ બ્લોક વગેરેની નિકાસ કરે છે. તેની સામે ચીનમાંથી ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ મશિન, ટેલિ કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ અને ફોન, ઈલેટ્રોનિક સર્કિટ, સેમીકન્ડકટર ડિવાઈસ, એન્ટી બાયોટિકસ, ટીવી ઈક્વિપમેન્ટ વગેરે સામેલ છે. ભારત દવાઓ બનાવવાનુ ૮૦ ટકા મટિરિયલ પણ ચીન પાસેથી મંગાવે છે. ઈલેક્ટ્રોનિક હાર્ડવેર માર્કેટમાં ભારત ચીન કરતા ઘણુ પાછળ છે, સરકારે તાજેતરમાં અપનાવેલી નીતિના કારણે હવે ઘર આંગણે મોબાઈલનુ પ્રોડક્શન થવા માંડયુ છે. જેનાથી મોબાઈલ ઈમ્પોર્ટ બિલ ઓછુ થયુ છે. ભારતની ચીન પાસેથી આયાત વધારે હોવાથી ભારતનુ વિદેશી હુંડિયામણ ચીન પાસે જઈ રહ્યુ છે અને સાથે સાથે ચીનમાં વ્યવસાયીઓની કમાણી અને રોજગાર પણ વધે છે. કેટલાક સેક્ટરમાં ચીન પર ભારતની નિર્ભરતાનો ઉપયોગ ચીન સીમા પર તનાવ વખતે કરે તેવી પણ શક્યતા રહે છે.

(12:00 am IST)