Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સહકારી મંડળીઓની રચના અંગેનો બંધારણીય સુધારાનો ભાગ રદ્દ કરાયો

આ સુધારાથી રાજ્યોની સત્તા છીનવાતી નથી : કેન્દ્રનો સુપ્રિમમાં દાવો

નવી દિલ્હી,તા. ૨૧: સુપ્રીમ કોર્ટે મંગળવારે ૨:૧ની બહુમતિથી સહકારી મંડળીઓના અસરકારક સંચાલન અંગેના ૯૭માં બંધારણીય સુધારાની માન્યતાને બહાલ રાખી તેમની સ્થાપના અને કામગીરી અંગેના હિસ્સાને ર૬ કર્યો હતો.

ન્યાયમૂર્તિ આર.એફ નરીમાન, કે.એમ. જોસેફ તથા બી.આર. ગવાઈની બેન્ચે જણાલ્યું હતું કે અમે બંધારણના સહકારી મંડળીઓ અંગેના પાર્ટ? ૮B રદ કર્યો છે, પરતુ સુધારાને બચાવી લીધો છે.

ન્યાયમૂર્તિ નરીમાને જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ જોસેફે ઓશિક વિરોધી ચુકાદો આપ્યો છે અને સમગ્ર ૯૭માં બંધારણીય સુધારાને રદ કર્યો છે.

સહકારી મંડળીઓના અસરકારક સંચાલન માટેનો બંધારણનો ૯૭મો  સુધારો સંસદ દ્વારા ડિસેમ્બર, ૨૦૧૧માં પસાર કરાયો હતો જે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૨માં અમલી બન્યો હતો.

૯૭માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલો પાર્ટ ૯ B સહકારી મંડળીઓની રચના, બોર્ડના સભ્યો તથા તેના અધિકારીઓ મુદત તથા તેમના અસરકારક સંચાલનને લગતો છે. કેન્દ્ર સરકારે આ મામલે એવી દલીલ કરી હતી કે આ જોગવાઈથી રાજયોની સહકારી મંડળીઓ મામલે કાયદા ઘડવાની સત્ત્।ા નથી છીનવાતી.

ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩માં ૯૭માં બંધારણીય સુધારાની કેટલીક જોગવાઈઓ ર૬ કરી સહકારી મંડળીઓ એ રાજયનો વિષય હોવાથી આ મામલે સંસદ કાયદો ના ઘડી શકે તેવા આપેલા ચુકાદાને પડકારતી કેન્દ્ર સરકારની અપીલના મામલે સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાશ્ું હતું કે ૯૭મો બંધારણીય સુધારો એ સહકારી મામલે કાયદા ધડવાની રાજયોની સત્ત્।ા પર પ્રત્યક્ષ કે મોટો પ્રહાર નથી.

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે આ સુધારો કોઓપરેટિવ સોસાયટીઝના સંચાલનમાં એકસૂત્રતા લાવવા માટે લવાયો હતો અને તેનાથી રાજયોની સત્ત્।ા છીનવાતી નથી..

(10:21 am IST)