Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ત્રણ કલાકની અંદર ત્રણ વાર ધરા ધ્રુજી : મેઘાલય, લેહ-લદાખ, બીકાનેરમાં ભૂકંપનો આંચકો

રાજસ્થાનના બીકાનેરામં ૫.૩નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે

નવી દિલ્હી,તા.૨૧: દેશના અલગ અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં ૫.૩નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે. આ ઉપરાંત મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા.

લેહ લદાખમાં સવારે ૪ૅં૫૭ વાગે ૩.૬દ્ગટ આંચકો અનુભવાયો. જયારે રાજસ્થાનના બીકાનેરમાં સવારે ૫:૨૪ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. આ આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૩ની માપવામાં આવી છે.

આ અગાઉ મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં મધરાતે ૨.૧૦ વાગ્યે ભૂકંપનો આંચકો મહેસૂસ થયો હતો. જેની રિકટર સ્કેલ પર તીવ્રતા ૪.૧ની હતી.

આ અગાઉ ૧૮ જુલાઈના રોજ ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા મહેસસ થયા હતા. જેની રિકટર સ્કેલ પર તીવ્રતા ૩.૯ની હતી. તે પહેલા હિમાચલ પ્રદેશ, અસમ, બંગાળ અને દિલ્હીમાં પણ  ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

(10:26 am IST)