Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ : નદીમાં કાર તણાઈ જવાથી બે ઘટનામાં બે લોકોના મોત : બે લોકો લાપતા

દુનાલી નજીક રાવિ નદીમાં કાર તણાઈ જતા મહિલાની મોત -પતિ અને પુત્ર લાપતા : ચંબા ટિસા રોડ પર કાર તણાઈ જતા એકનું મોત : મંડી-કુલ્લુ અને કટૌલા વચ્ચેનો રસ્તો બ્લોક : હજારો લોકો ફસાયા

હિમાચલપ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જ્યાં સોમવારે બે વ્યક્તિનાં મોત થયા છે જ્યારે બે લોકો ગુમ થયા છે. દુનાલી નજીક રાવિ નદીમાં કાર તણાઈ જતા ૫૫ વર્ષનાં સુભદ્રા દેવીનું મોત થયું છે જ્યારે તેમનાં પતિ ફરંગુરામ અમે પુત્ર તેજસિંહ લાપતા થયા હોવાનું ચંબાનાં એસપી એસ અરુણકુમારે જણાવ્યું હતું. બીજી એક ઘટનામાં ચંબા ટિસા રોડ પર કાર તણાઈ જવાથી હિતેશસિંહ નામની વ્યક્તિનું મોત થયું હતું. મંડી-કુલ્લુ અને કટૌલા વચ્ચેનો રસ્તો બ્લોક થઈ જવાથી હજારો લોકો ફસાઈ ગયા છે

(10:43 am IST)