Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સાવધાન...કોરોનાએ ફરી ફૂંફાડો માર્યોઃ ૨૪ કલાકમાં ૪૨૦૧૫ નવા કેસઃ ૩૯૯૮ના મોત

કોરોના હજુ શાંત નથી પડયોઃ ૨૪ કલાકમાં ૧૨ હજાર વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી, તા. ૨૧ :. ભારતમાં કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે. ગઈકાલે જે રાહત મળી હતી તે દૂર થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસમાં ૧૨૦૦૦નો વધારો નોંધાયો છે. જેને કારણે ચિંતા વધી છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨૦૧૫ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૩૯૯૮ લોકોના મોત થયાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે. એક દિવસમાં ૩૬ હજાર ૯૭૭ લોકો સાજા થયા છે. નવા આંકડા સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૩ કરોડ ૧૨ લાખ ૧૬ હજાર ૩૩૭ની થઈ છે. તો અત્યાર સુધીમાં ૪ લાખ ૧૮ હજાર ૪૮૦ દર્દીઓ જીવ ગુમાવી ચૂકયા છે. હાલ ૪ લાખ ૭ હજાર ૧૭૦ દર્દીઓનો ઈલાજ ચાલુ છે.

કોરોના વાયરસનો દૈનિક પોઝીટીવીટી રેટ ૨.૨૭ ટકા છે અને રીકવરી રેટ વધીને ૯૭.૩૬ થઈ ગયો છે. ૨૪ કલાકમાં ૩૪ લાખ ૨૫ હજાર ૪૪૬ ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં ૪૧ કરોડ ૫૪ લાખ ૭૨ હજાર ૪૫૫ ડોઝ અપાયા છે.

(10:51 am IST)