Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવા ખેડૂતો મક્કમ : વહીવટી તંત્રના સમજાવટના તમામ પ્રયત્નો નિષફ્ળ

ખેડુતો સંસદની ઘેરવાની તૈયારીમાં: 22 જુલાઇએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ સંસદની બહાર પ્રદર્શન કરવા ખેડૂતો અડગ

નવી દિલ્હી :ચોમાસુ સત્રની શરૂઆત થઇ છે  ત્યારે કુષિ આંદોલન પર ઉતરેલા ખેડુતો સંસદની ઘેરવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડુતોને સમજાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને ખેડુતો 22 જુલાઇએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ સંસદની બહાર ખેડૂતોએ વિરોધ કરી પ્રદર્શન કરવા માટે અડગ જોવા મળી રહ્યા છે.

મંગળવારે ખેડૂત નેતાઓ અને દિલ્હી પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સિંઘુ સરહદ નજીક ખેડૂત નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને સંસદની બહાર વિરોધના નિર્ણયને ફરી એક વાર મુલતવી રાખવાની ચર્ચા કરવા જણાવ્યું હતું. જો કે દિલ્હી પોલીસના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે.મહત્વનું છે કે,આ પહેલા  મળેલી બેઠક દરમિયાન દિલ્હી પોલીસે ખેડૂત સંઘોને વિરોધ પ્રદર્શનમાં જોડાનારા લોકોની સંખ્યા ઘટાડવા કહ્યું હતું પરંતુ ખેડૂત સંઘના નેતાઓએ આ વાતને નકારી હતી.

 

કિસાન સંઘે મંગળવારે જણાવ્યું હતું કે, સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન 200 ખેડુતો સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.22 જુલાઈએ સિંધુ બોર્ડર પરથી 200 ખેડુતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કુષિ બિલનો વિરોધ કરવામાં આવશે.ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, અમે 22મી જુલાઈથી ચોમાસા સત્રના અંત સુધી 'વિરોધ પ્રદર્શન'નું આયોજન કરીશું અને દરરોજ 200 ખેડુતો આ પ્રદર્શનમાં જોડાશે.

 

સંસદ બહાર ખેડુતોના વિરોધ પ્રદર્શનને લઈને વહીવટીતંત્ર અને દિલ્હી પોલીસ દ્વારા આંદોલનકારીઓની સંખ્યા ઘટાડવા માટે ખેડુતોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.જો કે, વહીવટીતંત્રએ કિસાન સંઘને ખેડુતોની સંખ્યા ધટાડવા માટે કરેલા તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે. કારણ કે ખેડુતો 22 જુલાઈએ સંસદની બહાર 200 ખેડુતો કુષિ બિલનો વિરોધ નોંધાવશે.

(11:34 am IST)