Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

સંક્રમણનું અજીબોગરીબ ગણિત

કોરોના વધુ આક્રમક બન્યો છે તો તેનો અંત પણ છે નજીક

નવી દિલ્હી,તા. ૨૧: ડેલ્ટા વેરીયંટે ભારતમાં કહેર વરસાવ્યા પછી અમેરિકા અને યુરોપની સાથે દક્ષિણ એશિયાઇ દેશોને ઝપટમાં લઇ લીધા છે. નિષ્ણાંતોના કહેવા અનુસાર, વાયરસ જેટલો આક્રમણ બનશે, તેનો અંત એટલો જ જલ્દી આવશે.

વારાણસીના કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર વિજયનાથ મિશ્રા જણાવે છે કે વાયરસનો આર-નોટ ભારતમાં હજુ સુધી એક થી બે વચ્ચે છે. તે જણાવે છે કે આર-નોટ ઓછો હોવાનો અર્થ છે કે ઓછામાં ઓછા લોકો સંક્રમિત થશે અને વાયરસનો અંત પણ એટલો જ નજીક હશે.બીએચયુના ઇમ્યુનોલોજીસ્ટ પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે અનુસાર, કોરોનાની પહેલી લહેર દરમ્યાન વાયરસનો આર-નોટ ૧.૨૪ હતો. બીજી લહેરમાં ડેલ્ટાનો આર-નોટ ૧.૭ થી ૧.૮ છે.

પ્રોફેસર મિશ્રા જણાવે છે કે કોરોનાના ઘાતક રૂપથી કોઇ વ્યકિતનું મોત થાય તો વાયરસ ફેલાઇ નહીં શકે. આની અસર આર-નોટના ઘટતા ગ્રાફ પર દેખાશે. જીવલેણ થવાની સાથે તેની પ્રસાર ક્ષમતા આપોઆપ ઘટતી જશે. પ્રોફેસર ચોબે કહે છે કે અન્ય મહામારીની સરખામણીમાં કોરોનાનો પ્રસાર ધીમો છે. તેને હરાવનારાઓની સંખ્યા વધારે છે એટલે કે અન્ય મહામારીઓ કરતા કોરોના ઓછો શકિતશાળી છે. લોકો તેને સરળતાથી હરાવી શકે છે.આર-નોટ વાયરસનો સામાન્ય પ્રજનન દર હોય છે. તેના દ્વારા સંક્રમિત વ્યકિતથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાની જાણ થાય છે. આર-નોટથી સંક્રમણની ગતિ અને તેની ગંભીરતાની ભાળ મેળવી શકાય છે. આર-નોટનો પ્રયોગ વાર વૈજ્ઞાનિકોએ ૧૯૫૨માં મેલેરીયાના મુળ સુધી જવા માટે કર્યો હતો.

(11:50 am IST)