Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

જમ્મુનાં રાયપુર સતવારી વિસ્તારમાં ફરી દેખાયું ડ્રોન :સુરક્ષા એજન્સી એલર્ટ મોડમાં

સવારે 4: 15 વાગ્યે રાયપુર સતવારીમાં ડ્રોન દેખાતા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુના સતવારી વિસ્તારમાં એક વખત ડ્રોન જોવા મળ્યું છે. આ ડ્રોન આજે સવારે 4: 15 વાગ્યે રાયપુર સતવારીમાં જોવા મળ્યો હતો. સેના સૈનિકોએ પ્રથમ આ ડ્રોનને સતવારી વિસ્તારમાં જોયુ હતુ આ પછી, સેનાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ આ વિશે માહિતી આપી છે. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.  

 ભારતીય નેવીએ 10 જુલાઈએ ડ્રોનને લઈને મોટી જાહેરાત કરી હતી. નવા ઓર્ડરમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જો ડ્રોન નેવલ બેઝની આજુબાજુ ઉડતા જોવામાં આવે તો તેને તાત્કાલિક તોડી પાડવામાં આવે.

ડ્રોનની સાથે ખાનગી વિમાનની વિમાન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડ્રોન ઉડાવનારા સામે કડક કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

(12:09 pm IST)