Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

લંડનમાં મહેકી રાજસ્થાની મરચાની મહેક મિર્ચીબડા ફેસ્ટ

ઉદયપુરઃ રાજસ્થાનથી લગભગ ૪પ૦૦ માઇલ દુર લંડનમાં પણ ભારતીય મરચાનો સ્વાદ ચાખવા મળે તો નિશ્ચિત પણે વતન યાદ આવી જાય. કોરોનાથી વિદેશમાં રહેતા ભારતીય લાંબા સમયથી વતન નથી આવી શકયા. તેવામાં લંડનના  કેટલાક એનસીઆઇએ વિદેશમાં જ રાજસ્થાનની મહેક મહેકાવી અને વ્યંજનોનો સ્વાદ બધાને ચખાડયો હતો.

રાજસ્થાન એસોસીએશન યુકેના હરેન્દ્રસિંહ જોધાએ જણાવેલ કે લંડનમાં ઘણા રાજસ્થાની રહે છે જે લોકડાઉનના લીધે વતન નથી જઇ શકયા. લોકોને તનાવમાંથી બહાર લાવવા અને દેશના સ્વાદનો આનંદ માણવા મિર્ચી બડા ફેસ્ટનું આયોજન કરાયેલ. ફેસ્ટમાં તૈયાર કરેલ મિર્ચિબડાની સાથે મીઠી બુંદીના પેકેટસ લંડન તથા આસપાસના શહેરોમાં વિતરીત કરાયેલ. ઉપરાંત ઘણી ચેરીટેબલ સંસ્થાને પણ અપાયેલ, જેના દ્વારા જરૂરીયાતમંદો સુધી પેકેટ પહોંચેલ.

(3:31 pm IST)