Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હૃદય રોગના દર્દીઓ માટે રાહતના સમાચાર

કૃત્રિમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ફ્રાંસની કંપનીએ કર્યો દાવો : લીથીયમ આયન બેટરીથી ચાલે છે કૃત્રિમ હૃદય

પેરિસ,તા. ૨૧ : હૃદયની તકલીફને કારણે બંધ થઇ રહેલા શ્વાસોને પાંચ વર્ષની વધુ મુદત મળવારો રસ્તો સાફ થઇ ગયો છે. ફ્રાંસના ડોકટરોએ ૭૫ વર્ષના દર્દીના ખરાબ હૃદયની જગ્યાએ કૃત્રિમ હૃદય પ્રત્યારોપીત કર્યું છે. દાવો કરાયો છે કે આ  કૃત્રિમ હૃદય દર્દીની જીંગલ પાંચ વર્ષ લંબાવવા માટે સક્ષમ છે.

પેરિસની જોર્જેસ પોપિદૂ હોસ્પિટલના ડોકટરોએ આ પ્રત્યારોપણ સફળ બનાવ્યું હતું. કૃત્રિમ હૃદય દર્દીના શરીરના બહારના ભાગે બાંધેલ લીથીયમ આયન બેટરીથી સંચાલિત થાય છે. લોહીના સંપર્કમાં રહેતા તેના ભાગને પ્રાણીઓની માસ પેશીમાંથી બનાવાયો છે. જેથી ધમનીઓમાં લોહીના ગઠ્ઠાના જામે આ પહેલા બનેલા કૃત્રિમ હૃદયમાં પ્લાસ્ટિકના ઉપયોગના કારણે આ ફરિયાદ બહુ વધારે હતી. આ હૃદયને ડીઝાઇન કરનારી ફ્રેન્ચ બાયો મેડીકલ ફર્મ કારમૈટના સીઇઓ માર્શેલો કાંવિટીએ કહ્યુ કે અમે આ પ્રત્યારોપણથી બહુ ઉત્સાહિત છીએ. આ યંત્ર અસલી હૃદયની જેમ જ ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરશે. આ હૃદય પહેલા બનેલા કૃત્રિમ હૃદયોથી અલગ છે, જે ટેમ્પરરી ઉપયોગ માટે બનાવાયા હતા.

(3:32 pm IST)