Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ATMમાંથી પૈસા ઉપાડવા પર ચૂકવવો પડશે વધુ ચાર્જ ૧ ઓગષ્ટ ૨૦૨૧ના રોજથી લાગુ થશે

મુંબઇ, તા.૨૧: આજકાલ વધુ લોકો ATM દ્વારા કેશ ઉપાડવાનું પસંદ કરે છે. તેના બદલામાં તેમણે એક નક્કી સર્વિસ ચાર્જ ચૂકવવાનો હોય છે. હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકે ઇન્ટરચેન્જ ચાર્જ વધાર્યો છે, જેનાથી હવે નાણાકીય લેવડ દેવળ માટે પહેલાના મુકાબલે વધુ ચાર્જ ચુકવવનો રહે છે. આ નિયમ ૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજથી લાગુ થશે.

આના હેઠળ નાણાકીય લેવડ-દેવળ માટે ઇન્ટરચેન્જ ચાર્જ ૧૫ રૂપિયા વધીને ૧૭ રૂપિયા કરી દેવામાં આવ્યો છે, જયારે ગેર-નાણાકીય ટ્રાન્જેકશન માટે ૫ થી ૬ રૂપિયા સુધી વધારો કરાયો છે. આરબીઆઇ અનુસાર ગ્રાહક દર મહિને પોતાની બેન્કના એટીએમ માંથી ૫ ફ્રી ટ્રાન્ઝેકશન કરી શકે છે, જેમાં નાણાકીય અને બિન-નાનકીય ટ્રાન્ઝેકશન શામેલ છે. અન્ય બેન્કના ATMથી પણ ફ્રી ટ્રાન્ઝેકશન માટે પાત્ર છે, જેમાં મહાનગરોમાં ૩ અને ગેર-મહાનગરોમાં ૫ ટ્રાન્ઝેકશન શામેલ છે.

ઇન્ટરચેન્જ ચાર્જ બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડના માધ્યમથી ચુકવણી સંસાધન કરવા વાળા વેપારીઓ માટે જવા વાળો ચાર્જ છે. જો કોઈ એક બેન્કના ગ્રાહક કોઈ અન્ય બેન્કના ATMથી પોતાના કાર્ડનો ઉપયોગ કરી પૈસા ઉપાડે છે તો એવી સ્થિતિમાં જ બેન્કના ATMથી પૈસા ઉપાડવામાં આવે છે તે મર્ચન્ટ બેન્ક થઇ જાય છે.

ગ્રાહક ચાર્જની સીમા પણ વર્તમાન પ્રતિ ટ્રાન્ઝેકશન ૨૦ રૂપિયા છે, જેને ૧ જાન્યુઆરી ૨૦૨૨થી વધારી ૨૧ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બેંકોને ઉચ્ચ ઇન્ટરચેન્જ ચાર્જની ચુકવણી કરવા અને ખર્ચમાં સામાન્ય વધારો જોતા આરબીઆઇએ બેંકોને ગ્રાહક ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. આ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી પ્રભાવી થશે.

ICICI બેન્કએ કેસ ટ્રાન્ઝેકશન, ATM ઇન્ટરચેન્જ અને ચેકબુક ચાર્જ સંશોધન સીમા પર નોટિસ જારી કરી છે. સંશોધન ચાર્જ વેતન ખાતા સહીત ઘરેલુ બચત ખાતાધારકો માટે ૧ ઓગસ્ટથી લાગુ થશે.

(3:32 pm IST)