Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પરિવારોએ પીડીતો પાછળ ખર્ચ્યા ૬૪,૦૦૦ કરોડ

ઓહોહો... કોવીડ આઇસીયુ ખર્ચ સરેરાશ ભારતીયના ૭ મહિનાના પગાર જેટલો

એક સર્વેમાં અને અભ્યાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવીઃ આરટી પીસીઆર ટેસ્ટનો રૂ.રર૦૦નો ખર્ચ એક શ્રમીકની એક સપ્તાહની કમાણી બરાબર થયો

નવી દિલ્હી, તા., ૨૧: ભારતમાં કોવીડ-૧૯ના ઇલાજ માટે આઇસીયુ હોસ્પીટલમાં દાખલ થવાનો ખર્ચ કોઇ પણ સરેરાશ પગારદાર, સ્વરોજગાર કે આકસ્મીક કર્મચારી માટે ૭ મહિના કે તેથી વધુ મહિનાની કમાણીની બરાબર છે. જેમાં આકસ્મીક શ્રમીકો ઉપર એક વર્ષ અને ત્રણ મહીનાની આવક બરોબર બોજો છે તેવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

ભારતમાં કોવીડ ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ અંગે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ બાબત બહાર આવી છે. જેમાં જણાવ્યું છે કે એપ્રિલ-ર૦ર૦ થી જુન-ર૦ર૧ સુધીમાં ટેસ્ટીંગ અને હોસ્પીટલના ખર્ચ પાછળ રૂ. ૬૪,૦૦૦ કરોડનો કોવીડ પીડીતોએ ખર્ચ કર્યો છે. જેમાં સરકાર દ્વારા નિર્ધારીત કિંમતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી એ તારણ નિકળે છે કે પરીવારો દ્વારા ઇલાજની પ્રત્યેક્ષ ચિકિત્સાની કોસ્ટ ઘણી વધારે છે અને અસ્થિર છે.

અભ્યાસ અનુસાર આઇસીયુમાં હોસ્પીટલમાં દાખલ થવાનો ખર્ચ ૮૬ ટકા આકસ્મીક શ્રમીકોની વાર્ષિક આવકથી વધુ છે, પગારદારના પ૦ ટકાથી વધુ અને સ્વરોજગાર કરનારાના બે તૃત્યાંશથી વધું છે. એટલું જ નહિ એક હોસ્પીટલમાં આઇસોલેશનમાં રહેવાની કોસ્ટ ૪૩ ટકા શ્રમીકોની વાર્ષિક આવક કરતા વધુ છે. જયારે પગારદારની ૧પ ટકા આવક કરતા વધુ છે.

પ્રાઇેવેટ સેકટરમાં આરટી પીસીઆર ટેસ્ટ માટે રૂ. રર૦૦ નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જે એક આકસ્મીક કર્મચારીના એક સપ્તાહના પગાર કે કમાણી બરાબર છે. બીમારી દરમિયાન એક થી વધુ વખત પરીક્ષણ કરવું પડે છે અને પરીવારના અન્ય લોકોએ પણ ટેસ્ટીંગમાંથી પસાર થવું પડે છે જેનાથી પરીવાર પર ભારે ભોજો પડે છે.

(3:52 pm IST)