Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રાજ કુન્દ્રા અને મારા વિડીયો અને તસ્વીરોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યોઃ મોડેલ અને અભિનેત્રી પુનમ પાંડેના આક્ષેપો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોર્ન મૂવીઝ બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. હજી સુધી રાજ કુન્દ્રા અથવા શિલ્પા શેટ્ટી તરફથી આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ધરપકડ થયા બાદથી રાજ કુન્દ્રાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના જૂના વિવાદિત કેસો પણ સામે આવી રહ્યા છે.

પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા પર લગાવ્યા હતા ગંભીર આરોપ

મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ (Poonam Pandey) ગત વર્ષે બોમ્બે હાઈકોર્ટમાં રાજ કુન્દ્રા અને તેના સાથી સૌરભ કુશવાહા સામે ફરિયાદ નોંધાવી હતી. પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજ કુન્દ્રા અને તેમની કંપનીએ તેના વીડિયો અને તસવીરોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. પૂનમે કહ્યું કે, બંને વચ્ચે કોન્ટ્રાક્ટ પેમેન્ટમાં થયેલી ગેરરીતિને કારણે સમાપ્ત થયો હતો. બીજી તરફ રાજ કુન્દ્રા અને સૌરભ કુશવાહાએ આ આક્ષેપોનો જોરદાર ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, આ તાજેતરના કેસના તાર પણ ક્યાંક પૂનમના કેસ સાથે સંબંધિત છે.

તાજેતરના કેસ અંગે મુંબઇ પોલીસે કહ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મો કેટલીક એપ્સ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં રાજ કુન્દ્રાનું (Raj Kundra) નામ સામે આવ્યું છે. કમિશનરે કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજ કુન્દ્રા આ રેકેટનો મુખ્ય આરોપી છે. પોલીસને તેની સામે ઘણા નક્કર પુરાવા મળ્યા છે. ત્યારબાદ સોમવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ શેર્લિન ચોપડા (Sherlyn Chopra) અને પુનમ પાંડેએ (Poonam Pandey) મહારાષ્ટ્ર સાયબર સેલને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, તેમને Adult Industry માં લાવનાર રાજ કુન્દ્રા (Raj Kundra) છે. તેણે શેર્લિન ચોપડાને દરેક પ્રોજેક્ટ માટે 30 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ આપ્યું હતું. આવા 15-20 પ્રોજેક્ટમાં શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા માટે કર્યા હોવાનો દાવો છે.

(5:30 pm IST)