Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પંજાબમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ખતમ થવાનું નામ લેતો નથીઃ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુએ શકિત પ્રદર્શન કર્યું: ૬ર સભ્યો તેની સાથે હોવાનો દાવો

જાહેરમાં માફી માગવાની વાત ઉપર મુખ્યમંત્રી અમરસિંહ અડગ

અમૃતસર: પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીની અંદર આંતરિક વિવાદ ખતમ થયો નથી. પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ સમર્થકોને મળી રહ્યા છે. આ યાદીમાં નવજોત સિંહ સિદ્ધૂ અમૃતસર પહોચ્યા હતા અને સ્વર્ણ મંદિરમાં માથુ ટેક્યુ હતું.

પંજાબમાં કોંગ્રેસનો ઝઘડો ખતમ થયો નથી. સુત્રો અનુસાર, નવજોત સિહ સિદ્ધૂ કોઇ પણ સ્થિતિમાં કેપ્ટન અમરિંદર સિંહ સાથે સાર્વજનિક રીતે માફી નહી માંગે. બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહ ઇચ્છે છે કે સિદ્ધૂ તેમની સાર્વજનિક રીતે માફી માંગે.

અમૃતસરમાં સિદ્ધૂના ઘરે ધારાસભ્યો ભેગા થઇ રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધૂનો દાવો છે કે તેમની સાથે 62 ધારાસભ્ય હાજર છે. મહત્વપૂર્ણ છે કે પંજાબમાં કોંગ્રેસના કુલ ધારાસભ્યોની સંખ્યા 80 છે. સિદ્ધૂએ ધારાસભ્યો સાથે સ્વર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યા સિદ્ધૂનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

નવજોત સિંહ સિદ્ધૂને હજુ સુધી કેપ્ટન અમરિંદર સિંહે શુભેચ્છા પાઠવી નથી. કેપ્ટન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે નવજોત સિંહ સિદ્ધૂ તેમની સાર્વજનિક માફી નહી માંગે, તે મુલાકાત નહી કરે. ગત કેટલાક સમયમાં સિદ્ધૂ દ્વારા રાજ્ય સરકાર વિરૂદ્ધ કરવામાં આવેલા ટ્વીટથી છબી ખરાબ થવાને કારણે કેપ્ટન અમરિંદર નારાજ છે.

(5:33 pm IST)