Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મની -મસલ-માફિયા અને સતાના પાવર છતા લોકોએ ટીએમસીને વિજયી બનાવ્યાઃ શહિદ દિવસ નિમિતે મમતા બેનરજીના વર્ચ્યુઅલ સંબોધનમાં પ્રહારો

૧૬ ઓગસ્ટે ટીએમસી ખેલા દિવસ મનાવાશે

કોલકાતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ 21 જુલાઇએ શહીદ દિવસ મનાવી રહી છે. પાર્ટીની રચના બાદ દર વર્ષે 21 જુલાઇએ શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે મમતા બેનરજીએ વર્ચુઅલ સંબોધન કર્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે ટીએમસી 1993માં કોલકાતામાં યુવા કોંગ્રેસની રેલીમાં પોલીસના ગોળીબારમાં માર્યા ગયેલા 13 લોકોની યાદીમાં શહીદ દિવસ મનાવે છે.

મમતા બેનરજીએ કહ્યુ કે, મની પાવર, મસલ પાવર, માફિયા પાવર અને સત્તાના પાવર છતા ટીએમસીને વિજયી બનાવ્યા છે. આ પ્રેરણા રવીન્દ્રનાથ ઠાકુર પાસેથી મળી છે. બંગાળના લોકોએ મત આપ્યો છે. આખા દેશે તેમનું સમર્થન કર્યુ હતું. મમતા બેનરજીએ કહ્યુ કે પ્રજાતંત્ર ખતરામાં છે. અમે નથી જાણતા કે 2024માં શું થશે, તેમણે કહ્યુ કે ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનરજીએ કહ્યુ, બંગાળે માં,માટી અને માનુષને ચૂંટ્યા છે. અહીની જનતાએ પૈસાના પાવરને નકાર્યો છે. ભાજપ પુરી રીતે તાનાશાહી પર ઉતરી છે. ત્રિપુરામાં અમારા કાર્યક્રમને રોકવામાં આવ્યો છે. શું આ લોકશાહી છે? હવે આપણે કામ શરૂ કરવાનું છે. સરકાર પેગાસસ દ્વારા સ્પાઇગીરી બતાવી રહી છે પરંતુ તેનાથી અમને કોઇ ફરક પડતો નથી.

મમતા બેનરજીની રેલીની મોટી વાતો

– 16 ઓગસ્ટે ટીએમસી મનાવશે ખેલા દિવસ

– જ્યાર સુધી ભાજપને બહાર નથી કરી દેતા ત્યાર સુધી ખેલા હોબે

– લોકતાંત્રિક દેશને સર્વિલાન્સ દેશમાં બદલી રહી છે ભાજપ

– ચાર લાખ લોકોના કોરોનાથી મોત થયા અને પીએમ કહી રહ્યા છે અમે બેસ્ટ

– ખતરનાક છે Pegasus, લોકોના પૈસા જાસૂસી પર થઇ રહ્યા છે બરબાદ

(5:34 pm IST)