Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હિમાલયના મહર્ષિ સિદ્ધગુરુ શિવકૃપાનંદ સ્વામીજીની નિશ્રામાં ઓનલાઇન ગુરુપૂર્ણિમા નું આંતરરાષ્ટ્રીય સ્તરે વિનામૂલ્યે આયોજન : ગુરુતત્વ યુ - ટ્યુબ ચેનલ www.youtube.com/gurutattva પર તથા FB પેઈજ www.facebook.com/Gurutattvaworld ઉપર તા. ૨૩મીથી ત્રણ દિવસ ગુરુપૂર્ણિમાનું અવિરત પ્રસારણ

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા આયોજન : વિશ્વના અલગ અલગ દેશોમાંથી ૭૫ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું : ગુરુપૂર્ણિમા એ શિવકૃપાનંદ સ્વામીજીના દિવ્ય પ્રવચન સાથે ધ્યાનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે : ઋષિપત્ની પૂ. ગુરુમાં નું વિશેષ પ્રવચન : યોગ વ્યાયમ તથા સાત્વિક આહાર અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

રાજકોટ : ગુરુસંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની દેણ છે. પોતાના ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ હોય છે ગુરુપૂર્ણિમા ગુરુતત્ત્વ મંચ પર શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન ત્રિદિવસીય ગુરુપૂર્ણિમા મહાશિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે વિશ્વના અલગ-અલગ દેશોમાંથી 75,000 કરતાં પણ વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ગુરુપૂર્ણિમામાં હિમાલયના મહર્ષિ શ્રી સિવકૃપાનંદ સ્વામીજીના દિવ્ય પ્રવચનની સાથે સાથે એ પાવન સાંનિધ્યમાં ધ્યાન કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થશે તથા એમના દ્વારા વિવિધ પ્રશ્નોનું સમાધાન પણ થશે. આ ઉપરાંત પૂજ્ય ગુરુમાનું વિશેષ પ્રવચન પણ પ્રસારિત થશે. ગુરુકથા, શ્રી ગુરુશક્તિધામ પરિચય, યોગાયાર્યો દ્વારા સરળ યોગવ્યાયામ, શરીરરૂપી સાધનની સાત્વિક આહાર દ્રારા જાળવણી અંગે તજજ્ઞો દ્રારા માર્ગદર્શન, અનુભૂતિકથન, સાંસ્કૃતિ કાર્યક્રમો વગેરે જેવા અનેક કાર્યક્રમો સાથે ત્રણેય દિવસ સવારના 6.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી તથા એનું પુનઃપ્રસારણ સાંજે 6 વાગ્યા પછી એમ આ ઓનલાઇન ગુરુપૂર્ણિમાનું અવિરત ચોવીસેય કલાક ગુરુતત્વની યૂ ટ્યૂબ ચેનલ https://www.youtube.com/gurutattva પર તથા https://www.facebook.com/Gurutattvaworld પર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમામાં આબાલવૃદ્ધ હરકોઇ લાભ શકે છે. અધિક જાણકારી માટે સંપર્કસૂત્ર ફોન: 7666025555 support@gurutattva.org તથા https://gurutattva.org/...

(7:38 pm IST)