Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

જંતર મંતર પર ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાની દિલ્હી સરકારે મંજૂરી આપી

સવારે 11:00 થી સાંજના 5:00 સુધી વધુમાં વધુ 200 ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી

નવી દિલ્હી : દિલ્હી સરકારે જંતર-મંતર પર ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારે આના માટે ઓપચારિક આદેશ જારી કર્યો છે. 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી સવારે 11:00 થી સાંજના 5:00 સુધી યુનાઇટેડ કિસાન મોરચાના વધુમાં વધુ 200 ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ધરણા પ્રદર્શન દરમિયાન કોરોના નિયમોનું પાલન કરવું પડશે. હાલમાં દિલ્હીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે, જેના કારણે ડીડીએમએની માર્ગદર્શિકા હેઠળ કોઈ ભેગા થઈ શકે નહીં. પરંતુ ખેડૂતોના આંદોલન માટે, દિલ્હી સરકારે માર્ગદર્શિકામાં સુધારો કરીને મંજૂરી આપી દીધી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના ખેડૂતો ત્રણ કૃષિ કાયદા સામે લડત ચલાવી રહ્યા. છેલ્લા ઘણા મહિનાઓથી આ કાયદાનું વિરોધ પ્રદર્શન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યુ છે પરતું સરકાર આ કાયદાને પરત લેવાના મૂડમાં નથી અને તે ખેડૂતોની મનોદશા સાંભળ્વા તૈયાર નથી, વિરોધ પ્રદર્શન વધુ ઝડપી બનાવવા અને સરકાર સામે કાયદા સંદર્ભે આરપારની લડાઇ માટે ખેડૂતો સજ્જ થયા છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શ અવિરત રીતે ચાલુ રાખ્યું છે, આવનાર દિવસોમાં સરકાર સામે આંદોલન વધુ સક્રીય થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. હાલમાં દિલ્હી સરકારે જંતર મંતર પર ખેડૂતોને ધરણાં માટે મંજૂરી આપી છે. આ પહેલા પોલીસે મંજૂરી રદ કરી હતી

(8:00 pm IST)