Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રાજ્ય સરકાર જે મોકલે તેનો અમે માત્ર ડેટા સંગ્રહ કરીએ છીએ : ઑક્સિજન અછતથી મોત મામલે સરકારનો જવાબ

ઓક્સિજન અછતથી કોઈનું પણ મોત થયું નથી તેવા સરકારના નિવેદન બાદ બબાલ થતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

નવી દિલ્હી :  ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગૃહમાં ગઈ કાલે ઓક્સિજનની અછતથી થયેલા મોત અંગે સવાલ પૂછાયો. આ મુદ્દે જે જવાબ મળ્યો તેમાં ત્રણ બાબતો પર ધ્યાન દેવા લાયક છે.

પહેલા કેન્દ્ર કહે છે કે સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે. બીજી, કેન્દ્ર કહે છે કે અમે ફક્ત રાજ્યોના મોકલેલા ડેટાને સંગ્રહિત કરીએ છીએ અને ત્રીજી અમે એક ગાઈડલાઈન જારી કરી છે તેને આધારે રાજ્ય પોતાના મોતના આંકડા રિપોર્ટ કરી શકે.

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કોઈ પણ રાજ્યે ઓક્સિજનની અછતના્ મુદ્દે મૃત્યુ પર કોઈ આંકડા મોકલ્યા નથી. કોઈએ એવું નથી કહ્યું કે તેમના રાજ્યમાં ઓક્સિજનની અછતથી મોત થયું છે.

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જાણકારી આપી કે કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશેષ રૂપથી ઓક્સિજનની કમીને કારણે કોઈ મોત થયા નથી. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારે જણાવ્યું કે, સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે.

તેમના અનુસાર બધા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને નિયમિત આધાર પર કેસ અને મોતના આંકડા રિપોર્ટ કરે છે. પરંતુ કોઈ મોત થયા નથી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિશેષ રૂપથી ઓક્સિજનની કમીની સૂચના આપવામાં આવી નથી. એક લેખિત ઉત્તરમાં તેમણે કહ્યું કે, ભારત સરકારે રાજ્યોનું સમર્થન કર્યું છે અને ઓક્સિજન પહોંચાડવા માટે ઘણી કાર્યવાહી કરી છે. એપ્રિલ-મે 2021 દરમિયાન ઝડપથી કેસમાં વધારો જોતા કોવિડ દર્દીઓની ક્લીનિકલ દેખરેખ નક્કી કરવા ચિકિત્સા ઓક્સિજન અને અન્ય ઉપભોગ્ય સામગ્રીઓની જોગવાઈ સહિત અનેક પગલા ભર્યા છે.

(8:11 pm IST)