Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાને કારણે તબાહીના દ્રશ્યો: કામદારોની ઝૂંપડીઓ જોરદાર વહેંણમાં ધોવાઇ ગઇ

પંતી નગરમાં વાદળ ફાટવાને કારણે માંગરીગાડ વરસાદી નાળું છલકાઇ ગયું

ઉત્તરાખંડમાં સમગ્ર સપ્તાહ વરસાદની આગાહી કરી છે. દરમિયાન, ચમોલી જિલ્લામાં વાદળોએ તબાહી મચાવી હતી. પંતી નગરમાં વાદળ ફાટવાને કારણે માંગરીગાડ વરસાદી નાળું છલકાઇ ગયું હતું.

કર્ણપ્રયાગ ગ્વાલદમ હાઇવે નજીક BRO કામદારોની ઝૂંપડીઓ જોરદાર વહેંણમાં ધોવાઇ ગઇ હતી. સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાની નોંધ લીધી છે

નારાયણબાગડના પંતી નગરના ઉપરના ભાગમાં સવારે 6 વાગ્યે વાદળ ફાટવાના કારણે માંગરીગાડ છલકાઇ ગયું હતું. જેના કારણે કર્ણપ્રયાગ-ગ્વાલદામ હાઇવે પર BRO કામદારોના ઝૂંપડા ધોવાઇ ગયા હતા.

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં વાદળ ફાટવાને કારણે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. નારાયણબગડ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે બીઆરઓના મજૂરોની 7 જેટલી ઝૂંપડીઓ વહી ગઈ હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને તંત્ર ત્યાં રાહત કાર્યમાં લાગેલું છે.

વાદળ ફાટવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વાદળ ફાટવાની ઘટનાને કારણે 19 જેટલા મજૂર પરિવાર ઘર વિહોણા થયા છે. આ દરમિયાન એક દુકાનમાં કાટમાળ ભરાયો હતો. તમામ મજૂર પરિવારો નેપાળ અને ઝારખંડના રહેવાસી છે. આ દરમિયાન કાટમાળને કારણે કર્ણપ્રયાગ-ગ્વાલદમ હાઈવે બંધ થયો છે, જેને ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

(12:00 am IST)