Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોન પર વાતચીત

બંનેએ અફઘાનિસ્તાનની સ્થિતિ અને પ્રાદેશિક સુરક્ષા પર તેની અસર અંગે ચર્ચા કરી

નવી દિલ્હી :  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે અમેરિકાના સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંનેએ અફઘાનિસ્તાનની સ્થિતિ અને પ્રાદેશિક સુરક્ષા પર તેની અસર અંગે ચર્ચા કરી હતી. આ વાતચીત વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે યોજાનારી ક્વાડ સમિટ પહેલા થઈ હતી.

આ અંગે માહિતી આપતા ભારતીય સંરક્ષણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે અમે પ્રાદેશિક સંરક્ષણ અને સહકાર સહિત વિવિધ બાબતો પર ચર્ચા કરી. આ દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે વધુ વાતચીત ચાલુ રાખવા અને પરસ્પર સહકારને મજબૂત કરવા માટે સમજૂતી થઈ છે.

 નોંધપાત્ર વાત એ છે કે, અફઘાનિસ્તાનના તાલિબાનના શાસન હેઠળ આવ્યા બાદ પાકિસ્તાન મારફતે ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે.

(12:10 am IST)