Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બ્રિટનમાં હવે સ્કૂલે જતા 12થી 15 વર્ષના બાળકોને વેક્સીન લગાવવાનું અભિયાન

30 લાખ બાળકોને ફાઇઝર-બાયોએનટેક વેક્સીનનો એક ડોઝ લગાવવાની તૈયારી

લંડનઃ બ્રિટનમાં હવે સ્કૂલે જતા 12થી 15 વર્ષના બાળકોને વેક્સીન લગાવાઈ રહી છે. દેશની સ્વાસ્થ્ય સેવાએ વેક્સીનેશન પ્રોગ્રામના નવા વિસ્તારના રૂપમાં 12-15 ઉંમર વર્ગના શાળાના બાળકોને કોવિડ વેક્સીન લગાવવાનું શરૂ કરાયું છે  પાછલા સપ્તાહે બ્રિટનના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા બાળકોના વેક્સીનેશન માટે ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઉંમર વર્ગના લગભગ 30 લાખ બાળકોને ફાઇઝર-બાયોએનટેક વેક્સીનનો એક ડોઝ લગાવવાની તૈયારી કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે આ સપ્તાહે પોતાને ત્યાં સ્કૂલમાં વેક્સિનેશનની શરૂઆત કરી, જ્યારે વેલ્સ  અને ઉત્તરી આયર્લેન્ડમાં  આગામી સપ્તાહે આ ઉંમર વર્ગના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુ, આજથી 12-15 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ થતું જોવું ઉત્સાહજનક છે. આ અમારી યુવાઓને કોવિડથી બચાવવા અને તેના શિક્ષણમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઓછી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, વેક્સીને લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને સંક્રમણ દરમાં ઘટાડો કર્યો છે.

(12:29 am IST)