Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

શિષ્ય આનંદ ગિરીએ હવે મોટો દાવો કર્યો

લખવાનું જાણતા ન હતા ગુરૂજીઃતો કેવી રીતે લખી સુસાઇડ નોટ?

મહંત નરેન્દ્ર ગિરીને મારીને મને ફસાવવાનું ષડયંત્ર છેઃ ગુરુજી કયારેય આત્મહત્યા કરી શકે નહીં: તેમની હત્યા થઇ છે આનંદ ગિરીનો આરોપ

હરિદ્વાર, તા.૨૧: અખાડા પરષિદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મોત પછી સવાલોના ઘેરામાં આવેલા તેમના શિષ્ય આનંદ ગિરીએ હવે મોટો દાવો કર્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના મોત પછી સુસાઇડ નોટ મળી છે અને જેમાં આનંદ ગિરી તરફથી માનસિક રીતે પ્રતાડિત કરવાનો ખુલાસો થયા પછી આનંદ ગિરીએ કહ્યું છે કે ગુરુજી આત્મહત્યા કરી જ ના શકે. રહી વાત સુસાઇડ નોટની તો તેમણે કહ્યું કે મહંત ગિરીને વાંચતા અને લખતા જ આવડતું ન હતું તો આવામાં ૮ પાનાની સુસાઇડ નોટ કેવી રીતે લખી શકે. આનંદ ગિરીએ કહ્યું કે આ મામલાની પૂરી તપાસ થવી જોઈએ.

આનંદ ગિરીએ કહ્યું કે તે આ મામલામાં કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. મને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મને રસ્તામાંથી હટાવવા માંગે છે અને કેટલાક લોકો સતત ગુરુજીને પરેશાન પણ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આનંદ ગિરીનું સુસાઇડ નોટમાં નામ આવ્યા પછી ઉત્ત્।રાખંડ પોલીસે હરિદ્વારથી ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આનંદ ગિરીએ કહ્યું કે ગુરુજી કયારેય આત્મહત્યા કરી શકે નહીં, તેમની હત્યા થઇ છે. તેમણે કેટલાક અધિકારીઓ ઉપર પણ ગંભીર આરોપ લગાવીને ષડયંત્ર કરવાની વાત કહી છે. આનંદ ગિરીએ કહ્યું કે આઈજી પોતે આમાં સંદિગ્ધ છે. આઈસી સતત નરેન્દ્ર ગિરીના સંપર્કમાં રહેતા હતા. આનંદ ગિરીનો આરોપ છે કે મઠ અને મંદિરના પૈસા હડપનારે મહંત જી ની હત્યા કરી છે. આ ષડયંત્રમાં મઠના દ્યણા મોટો નામ સામેલ હોઇ શકે છે. કરોડોનો ખેલ છે. તેમાં એક સિપાઇ અજય સિંહ પણ છે. આ લોકો તેની હત્યા કરી શકે છે. આનંદ ગિરીનો આરોપ છે કે આ દ્યટનામાં પોલીસના અધિકારી પણ સામેલ હોઇ શકે છે.

આનંદ ગિરીનો આરોપ છે કે મહંત નરેન્દ્ર ગિરીને મારીને મને ફસાવવાનું ષડયંત્ર છે. જેમાં પોલીસના મોટા અધિકારી પણ સામેલ છે. આનંદ ગિરીએ આરોપ લગાવ્યો તે મનીશ શુકલા જેના લગ્ન મહંત નરેન્દ્ર ગિરીએ કરાવ્યા હતા. તેને પાંચ કરોડનું મકાન આપ્યું. આ સિવાય અભિષેક મિશ્ર પણ આ મામલામાં સામેલ હોઇ શકે છે જેની તપાસ થવી જોઈએ.

(10:07 am IST)