Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અભિનેતાએ આવું કેમ કર્યું ?

મારા નામનો દુરૂપયોગ કેમ કર્યો ? સાઉથ સુપરસ્ટાર વિજયે માતા-પિતા સહિત ૧૧ સામે કર્યો કેસ

ચેન્નાઇ,તા.૨૧: વિજયે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે તેમણે એવી કોઈપણ પાર્ટી શરૂ કરવા માટે સહેમતિ આપી નથી અને ૧૧ જણ વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે, જેથી તેમને બેઠક આયોજિત કરવા કે ભીડ એકઠી કરવા માટે પોતાના નામ (વિજયના નામ)નો ઉપયોગ કરતા અટકાવી શકાય.

સાઉથ અભિનેતા થાલાપથી વિજયે પોતાના પિતા એસએ ચંદ્રશેખર અને મા શોભા સહિત ૧૧ લોકો પર સિવિલ કેસ નોંધાવ્યો છે. વિજયે અરજીમાં કહ્યું કે કોઇપણ ભીડ એકઠી કરવા અને કોઈપણ પ્રકારની મીટિંગ કરવા માટે મારા નામનો ઉપયોગ ન કરી શકાય. ૨૭ સપ્ટેમ્બરના આ મામલે સુનાવણી થશે.

વિજયે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે તેમણે એવી કોઈપણ પાર્ટી શરૂ કરવા માટે સહેમતિ આપી નથી અને ૧૧ જણ વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે, જેથી તેમને બેઠક આયોજિત કરવા કે ભીડ એકઠી કરવા માટે પોતાના નામ (વિજયના નામ)નો ઉપયોગ કરતા અટકાવી શકાય.

થોડાક મહિના પહેલા સમાચાર હતા કે વિજયની વેલફેર ઓર્ગેનાઇઝેશન 'વિજય મક્કલ ઇયક્કમ'ને પોલિટિકલ પાર્ટી તરીકે રજિસ્ટર કરાવવામાં આવી રહી છે. આ પાર્ટીનું નામ હશે All India Vijay Makkal Iyakkam. ત્યાર બાદ વિજયના રાજકારણમાં આવવાને લઈને ચર્ચાઓ થવા લાગી. જો કે, વિજયે આ ચર્ચાઓને ફગાવી દીધી હતી.

વિજયના પિતા એસ એ ચંદ્રશેખરે કહ્યું હતું કે, '૧૯૯૩માં મેં વિજય માટે એક ફેન કલબ ચલાવ્યું અને ૫ વર્ષ પછી આ વેલફેર એસોસિએશન બની ગયું. ગ્રુપમાં કેટલાય યુવાનો બતા અને અમે તેમને જવાબદાર વ્યકિત બનાવવા માગતા હતા. થોડાક વર્ષ પછી મેં આને વેલફેર ફોરમ બનાવી દીધું. લોકોની મદદદ માટે એવું કરવામાં આવ્યું. છેલ્લા ૨૫ વર્ષથી લોકો કોઈપણ આશા વગર કરી રહ્યા છે. હવે, મેં લોકોને વધુ સારા કામ કરવા પ્રેરિત કરવા માટે આને ચૂંટણી આયોગ સાથે રજિસ્ટર કરાવી લીધું છે.'

વિજયના પિતાએ જાહેર કર્યું હતું કે તેમના રિલેટિવ પદ્મનાભન પાર્ટીના પ્રેસિડેન્ટ અને શોભા Treasurer છે. તો વિજયના પિતા પાર્ટીના જનરલ સેક્રેટરી છે.

તો વિજયની પીઆર તરફથી જાહેર નિવેદનમાં લખ્યું હતું કે, 'એકટર વિજયનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટી તેમના પિતા એસએ ચંદ્રશેખર દ્વારા રજિસ્ટર કરાવવામાં આવી હતી. ચાહકોને એ સમજવું જોઈએ કે તેમને પાર્ટી સાથે જોડાવાની કે કામ કરવાની જરૂર નથી. સાથે જ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા માટે તેમના નામ, તસવીર તે પછી All India Thalapathi Vijay Makkal Iyakkamનો ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકો આમાં સામેલ છે, તેમને કાયદાકીય પરિણામ ભોગવવા પડશે.ે

જણાવવાનું કે આ પહેલા વિજયે પોતાની લગ્ઝરી કારના ટેકસને લઈને ચકચામાં આવ્યા હતા. વિજય પર આરોપ હતો કે લંડનથી મગાવવામાં આવેલી કાર માટે તેમણે ટેકસ ભર્યો નથી. વિજયે ૨૦૧૩માં રોલ્સ રોયસ દ્યોસ્ટ કાર મગાવી હતી. મદ્રાસ હાઇ કોર્ટે તેમના પર ૧ લાખનો દંડ ફટકાર્યો હતો.

થાલાપથી વિજય સાઉથ ઇન્ડસ્ટ્રીનું પોપ્યુલર નામ છે. પોતાની એકિટંગ અને ફિલ્મોને કારણે વિજય દ્યણીવાર લાઇમલાઇટમાં રહે છે. તે માસ્ટર, સરકાર, થેરી, મેર્સલ, થુપ્પક્કી, બીજીલ, વેલાયુધામ, પુલી, થીરુમલાઈ જેવી ફિલ્મો કરી ચૂકયો છે.

(10:19 am IST)