Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પંજાબ પછી હવે કોંગ્રેસનું 'ઓપરેશન રાજસ્થાન'!

પાયલટ રાહુલને મળ્યા તો ગેહલોત-સોનિયા વચ્ચે ચર્ચા કંઇક રંધાય છે

નવી દિલ્હી, તા.૨૧: પંજાબમાં કોંગ્રેસનું ઓપરેશન પુરૂ થયા બાદ હવે કોંગ્રેસ શાસિત બીજા રાજયોમાં હલચલ વેગવંતી બની છે. આ દરમ્યાન તાજેતરમાં કોંગી નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન તાજેતરમાં કોંગી નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ સાથે મેરેથોન બેઠક યોજી હતી. બંનેએ રાજસ્થાનની સ્થિતી અને ૨૦૨૪ની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. દરમ્યાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરતાં રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાજસ્થાનમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે પંજાબમાં રાજકીય દ્યટનાક્રમ બાદ સૂત્રોને ટાંકીને મોટા સમાચાર બહાર આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીએમ અશોક ગેહલોત સાથે ટેલિફોન પર વાત કરીને રાજયની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે. ચાર દિવસ પહેલા પીસીસીના પૂર્વ વડા સચિન પાયલટ રાહુલ ગાંધીને મળ્યા હતા. હવે રાજકીય વિશ્લેષકો આ વાતચીત અને બેઠકને રાજયમાં નવા રાજકીય સમીકરણોના સંકેત તરીકે માની રહ્યા છે. પંજાબમાં થયેલી ઘટનાઓ બાદ લોકોની નજર રાજસ્થાન અને છત્તીસગઢ ની રાજકીય પરિસ્થિતિ પર ટકેલી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે ટેલિફોન પર વાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનિયાએ ગેહલોત સાથે રાજયની રાજકીય પરિસ્થિતિ પર વાત કરી છે. આ દરમિયાન, કેબિનેટ વિસ્તરણ સહિતના સંગઠનના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી છે. આના ત્રણ દિવસ પહેલા ૧૭ સપ્ટેમ્બરે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. પાયલોટે રાહુલ ગાંધી સાથે લગભગ અઢી કલાક સુધી બેઠક કરી હોવાનું કહેવાય છે. પંજાબમાં થયેલી દ્યટનાઓ બાદ પાયલટ અને રાહુલની બેઠકને વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. બંને લગભગ એક વર્ષ પછી મળ્યા છે.
રાહુલ અને સચિનની આ બેઠકમાં રાજસ્થાનની રાજકીય સ્થિતિ સાથે ત્રણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે બંનેની બેઠકમાં રાજસ્થાનમાં પાર્ટી સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફાર અને પાયલટની પોતાની ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે આગામી મહિના સુધીમાં મંત્રીમંડળ અને સંગઠનમાં ફેરફારની શકયતાઓ છે. બધું જ અગાઉથી જણાવવામાં આવી રહ્યું છે.
પાર્ટી માત્ર મુખ્યમંત્રી અશોક ગેહલોતના સાજા થવાની રાહ જોઈ રહી છે. ગેહલોતની તબિયતમાં હવે સુધારો થયો છે અને તેઓ ફરીથી તેમના કામમાં સક્રિય થયા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રિયંકા ગાંધીના નજીકના ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનને પણ ટ્વિટ કરીને તેમાં ઉમેરો કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે પંજાબના પવન રાજસ્થાન અને છત્ત્।ીસગલફવિમાં પણ હવામાનને બગાડી શકે છે.

 

(11:14 am IST)