Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગોવામાં દરેક ઘરમાંથી એકને સરકારી નોકરી :બેરોજગારોને દર મહિને 3000 રૂપિયા આપશું :કેજરીવાલની મોટી જાહેરાત

અરવિંદ કેજરીવાલે ગોવામાં નોકરીઓ અને બેરોજગારી વિશે સાત મોટી જાહેરાતો કરી

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે  ગોવામાં નોકરીઓ અને બેરોજગારી વિશે સાત મોટી જાહેરાતો કરી છે. કેજરીવાલે વચન આપ્યુ છે કે, જો આપ પાર્ટી સત્તામાં આવશે તો તે ભ્રષ્ટાચાર રોકશે. સાથે જ તે રાજ્યમાં .યુવાનો સુધી સરકારી નોકરીઓ પહોંચાડશે. ઉપરાંત દરેક ઘરમાંથી એક સરકારી નોકરી પણ આપવામાં આવશે. કામની શોધ કરી રહેલા લોકોને 3,000 રૂપિયા ભથ્થુ પણ આપવામાં આશે. દિલ્હીના સીએમે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, 80 ટકા નોકરીઓ ગોવાના મૂળનિવાસીઓ માટે અનામત રાખવામાં આવશે.

આ અગાઉ કેજરીવાલે સોમવારે વચન આપ્યુ હતું કે, ગોવામાં યુવાનોને નોકરીઓ નથી મળતી અને તે સ્થાનિક લોકો સાથે આ મુદ્દા પર ચર્ચા કર્યા બાદ પ્રવાસ કરશે. આપ નેતાએ દાવો કર્યો હતો કે, સરકારી નોકરી પક્ત પૈસાવાળા લોકો અને મળતિયાઓને જ મળે છે. કેજરીવાલે ટ્વિટ કર્યુ હતું કે, બેરોજગારી ચરમસીમા પહોંચી હોવાના કારણે ગોવાના યુવાનોને નોકરી નથી મળતી. સરકારી નોકરી ફક્ત પૈસાવાળા અને મળતિયાઓને જ મળે છે.

આ મહિનાની શરૂઆતમાં આપે ગોવામાં બેરોજગારીની સમસ્યા વિરુદ્ધ એક અભિયાનની શરૂઆત કરી હતી અને લોકોને એ પાર્ટીને વોટ નહીં આપવાનુ કહ્યુ હુતં જે તેમને નોકરી આપવામાં નિષ્ફળ રહ્યા છે. ગોવામાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે.

(12:50 pm IST)