Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

લાંબો સમય સેવા આપવાથી નોકર કે કેરટેકર સંપત્તિનો માલિક ના બની શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.૨૧: સુપ્રીમ કોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે નોકર અથવા કેરટેકર સંપતિમાં કોઇ અધિકાર ના મેળવી શકે ભલેને તે તેમાં લાંબા સમયથી રહેતો હોય.

સુપ્રીમ કોર્ટે સંપત્તિ પર નોકરના દાવાને સ્વીકારી લેવાના સત્ર અદાલત અને કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને રદ કરતા નોકરને હુકમ કર્યો કે તે સંપતિને ત્રણ મહિનામાં ખાલી કરીને તેનો કબ્જો માલિકને સોંપી દે. કોર્ટે કહ્યું કે જો તે કબ્જો નહીં સોંપે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કેસની વિગત જોવા જઇએ તો લાંબા સમયથી સંપત્તિની દેખભાળ કરી રહેલ વ્યકિત પાસેથી માલિકે કબજો લેવાનો પ્રયાસ કર્યો તો નોકરે કહ્યું કે તે આ સંપતિ પર ઘણા સમયથી રહી રહ્યો છે. એટલે તે સંપતિ હવે તેની થઇ ગઇ. આના માટે તેણે દિવાની કોર્ટમાં કેસ કર્યો અને કહ્યું કે તેને સંપતિનો શાંતિપૂર્ણ કબજો જાળવી રાખવા વચગાળાને હુકમ આપવામાં આવે અને માલિકને હસ્તક્ષેપ કરતા રોકવામાં આવે.

(1:01 pm IST)