Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

એરબેગને લઇને ફરિયાદ : ૨ ડઝન કંપનીઓ ૩ કરોડ કાર રિકોલ કરશે

અમેરિકાના નેશનલ હાઇવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશને શુક્રવારે લગભગ ૩ કરોડ વાહનોના એન્જિનિયરીંગનું એનાલિસિસ શરૂ કર્યું :હોન્ડા, ફોર્ડ, ટોયોટો, જનરલ મોટર, નિસાન, માજદા, ડાયમલર એજી, બીએમડબલ્યૂ, ક્રિસલર, જગુઆર એન્ડ લેન્ડ રોવર સામેલ

ન્યૂયોર્ક તા. ૨૧ : અમેરિકાના નેશનલ હાઈવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશને શુક્રવારે લગભગ ૩ કરોડ વાહનોના એન્જિનિયરિંગનું એનાલિસિસ શરૂ કર્યું છે. તેમાં એરબેગને લઈને ફરિયાદ જોવા મળી છે.

અમેરિકાના નેશનલ હાઈવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશને શુક્રવારે લગભગ ૩ કરોડ વાહનોના એન્જિનિયરિંગનું એનાલિસિસ શરૂ કર્યું છે. તેમાં એરબેગને લઈને ફરિયાદ જોવા મળી છે. જે વાહનોની તપાસ થશે તેમાં ફોર્ડ, ટેસ્લાથી લઈને ટાટા સુધીની લગભગ ૨ ડઝન કંપનીના વાહનો સામેલ છે. તેમાં ૩ કરોડ એરબેગ સિસ્ટમને રીકોલ કરી શકાય છે એટલેકે તપાસ માટે પાછી મંગાવી શકાય છે.મળતી માહિતી અનુસાર અમેરિકાના નેશનલ હાઈવે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશને શુક્રવારે લગભગ ૩ કરોડ વાહનોના એન્જિનિયરિંગનું એનાલિસિસ શરૂ કર્યું છે. તેમાં ૨૦૦૧થી ૨૦૦૯ની વચ્ચેના મોડલ સામેલ છે. રિપોર્ટના અનુસાર આ જાણકારી ફકત ઓટો કંપનીઓને આપવામાં આવી છે.હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે દરેક એરબેગને પરત મંગાવાશે કે નહીં. તેમના વાહન માલિકોના ઘરે જઈને તપાસ કરી શકાય છે. જે કંપનીઓના વાહનોની તપાસ કરાશે તેમાં હોન્ડા મોટર્સ, ફોર્ડ મોટર, ટોયોટો મોટર, જનરલ મોટર, નિસાન મોટર, માજદા, ડાયમલર એજી, બીએમડબલ્યૂ, ક્રિસલર, જગુઆર એન્ડ લેન્ડ રોવર મુખ્ય કંપનીઓ છે.વાહનમાં યાત્રીઓની સુરક્ષા માટે એકબેગ સિસ્ટમમાં એક ઈન્ફલેટરનો ઉપયોગ કરાય છે. જે વાહનના કોઈ દુર્ઘટનામાં અથડાવવા પર સેન્સરથી મળેલા સંકેત બાદ સક્રિય બને છે. આ તરત એરબેગને ફુગ્ગાની જેમ ફુલાવી દે છે.મળતી માહિતી અનુસાર દરેક વાહનો ૬.૭ કરોડથી પણ વધારેમાં Takata કંપનીની એરબેગ ઇન્ફલેટર લગાવાઈ છે. ચિંતાની વાત એ છે કે આ કંપનીના લગભગ ૧૦ કરોડ એરબેગ ઇન્ફલેટર દુનિયાના અન્ય દેશના વાહનોમાં પણ લગાવાયા છે. એમાં એવા દુર્લભ કેસ મળ્યા છે કે એકસીડન્ટ સમયે એરબેગ ઈન્ફલેટર એક ખાસ મેટલ ફ્રેગમેન્ટ ફેલાવી શકે છે. આ ખામીના કારણે દુનિયામાં ૨૮ લોકોના મોત થયા છે અને ફકત અમેરિકામાં ૧૯ મોત થયા છે. જેમાં ૧૬ હોન્ડાના વાહનો, ૨ ફોર્ડના વાહનો અને ૧ બીએમડબ્લ્યૂના વાહનોથી મોત થયા છે.

(2:55 pm IST)