Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બે મહિના જેલમાં રહ્યા બાદ ઘરે આવ્યો રાજ કુંદ્રા

અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી : જેલમાંથી બહાર નીકળતી વખતે રાજ કુંદ્રાના કપાળમાં જોવા મળ્યું કંકુનું તિલક : વજન ઘટી ગયું

મુંબઇ, તા.૨૧ઃ ૨૦ સપ્ટેમ્બરે કથિત પોર્નોગ્રાફિક કેસમાં જામીન મળ્યા બાદ રાજ કુંદ્રા આખરે દ્યરે આવ્યો છે. બોલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન-પતિની ૧૯ જુલાઈઍ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બે મહિના બાદ રાજ કુંદ્રા જેલમાંથી બહાર નીકળ્યા બાદ કારમાં બેસતો જાવા મળ્યો હતો. આ દરમિયાન રાજ કુંદ્રાના કપાળમાં કંકુનું તિલક જાવા મળ્યું હતું. જેલમાં રહીને રાજ કુંદ્રાનું ખાસ્સું વજન ઉતરી ગયું હોય તેમ લાગતું હતું. રાજ કુંદ્રા જેવો જેલમાંથી બહાર નીકળ્યો કે મીડિયાકર્મીઓઍ તેને ઘેરી લીધો હતો.

૨૦મી સપ્ટેમ્બરે, મુંબઈની કોર્ટે ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પર રાજ કુંદ્રાને જામીન આપ્યા હતા. પોર્ન રેકેટમાં તેનું નામ ‘મુખ્ય ષડયંત્રકાર તરીકે સામે આવ્યું હતું અને હોટશોટ ઍપના તેના કનેક્શનને લઈને પૂછપરછ કરવામાં આવી હતી, જેનો ઉપયોગ ઍડલ્ટ કન્ટેન્ટના સ્ટ્રીમિંગ માટે થતો હતો.

પોર્નોગ્રાફિક કન્ટેન્ટ કેસમાં મુંબઈ પોલીસે અગાઉ ૧૫૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચ તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાજ કુંદ્રાઍ ફિલ્મ લાઈનમાં સ્ટ્રગલ કરી રહેલા યુવતીઓને આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે અને તેમને અશ્લીલ ફિલ્મો કરવાની લાલચ આપી છે. બાદમાં આ પોર્ન ફિલ્મોને્ સબસ્ક્રીપ્શન દ્વારા અલગ-અલગ વેબસાઈટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી અને તેના દ્વારા રાજ કુંદ્રા તેમજ અન્ય આરોપીઓઍ તગડી કમાણી કરી હતી.

રાજ કુંદ્રાના વકીલ ­શાંત પાટીલે અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે તે સમયે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘તપાસ પૂરી થઈ ગઈ છે અને ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે અને આગળ કસ્ટડીની જરૂર નથી

ઉલ્લેખનીય છે કે, રાજ કુંદ્રાની ધરપકડ પહેલા અને પછી ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાની ઓફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતા. રાજ કુંદ્રાની કસ્ટડી દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના ઘરે જઈને તપાસ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.

(3:26 pm IST)